________________
શતક–૩: સંપાદકનું પૂરવચન
[૨૦૯
સમચતુરસ સંસ્થાનવાલા હોવાથી સારા લક્ષણેથી દેદીપ્યમાન હતાં વજsષભનારા સંઘયણવાલા એટલે કે તેમના શરીર હાડકા ઘણાજ મજબૂત હતાં. સુવર્ણ સમાન શેભાયમાન કાન્તિવાલા હતાં. ઉગ્ર-દીપ્ત એવા મહાતપને કરનારા હતાં. ગુણસમ્પન્ન, ઉદાર અને ૧૪ વિદ્યાના જાણકાર હતા પૂર્ણ સંયમી હેવાના કારણે શરીર વિભૂષાથી સર્વથા રડિત હતાં ૧૪ પૂર્વધારી હતાં અને તે પૂર્વે તથા દ્વાદશાંગીના રચનારા હતાં ચાર જ્ઞાનનાં સ્વામી હોવાથી શ્રુતકેવળી હતાં. સક્ષર સન્નિપાતી જ્ઞાનવાલા હતાં સર્વોત્તમ વિનયવાન, અને પૂર્ણ વિવેકી હતાં. તથા ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે અડદ રાગવાન્ હતાં.
પૂર્ણ દયાલુ હેવાથી. અત્યારસુધીના બધા પ્રશ્નો ભગવાન મહાવીરસ્વામીને કવળ લેક-કલ્યાણની ભાવનાથી પૂછેલા છે. પિતાની જિજ્ઞાસાથે, તથા જીવમાત્ર જૈન શાસનને સમજે, આદરે, અને પોતાના જીવનનું ધ્યેય પૂર્ણ કરે તે આશયને લઈને પ્રશ્નો પૂછયાં છે અને ચરાચર સૃષ્ટિના કલ્યાણેછું ભગવાન મહાવીરસ્વામીએ તેમના ઉત્તર આપ્યા છે.
દેવેન્દ્રો સંબધી પ્રશ્ન
ત્રીજા શતકના આ ૧લા ઉદ્દેશમાં ખાસ કરીને દેવક સંબધી વર્ણન છે એટલે જુદા જુદા દેવલોકના ઈન્દ્રો, સામાનિક દે વગેરે સંબંધી પ્રશ્નોત્તરે છે. આ પ્રશ્નોત્તરે એક નગરીના નંદન નામના ચૈત્યમાં થયેલા છે. તેમાંના કેટલાક પ્રશ્નો ભગવાનના બીજા ગણધર અગ્નિભૂતિએ કર્યા છે, તે કેટલાક ત્રીજા ગણધર વાયુભૂતિએ કર્યો છે.