________________
૨૦૮) :
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
છે તથા મિત્ર બનીને સૌની ભલાઈમાં તથા સૌને પાપમાંથી મુક્ત કરવામાં જ રસિક હોય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પૂર્વોપાર્જિત તીર્થંકર નામ કર્મને ઉદય થાય છે અને ઈદ્રોના આસન પણ ચલાયમાન થાય છે. પોતાના અવધિજ્ઞાનથી તીર્થ કરેનું જ્ઞાન કલ્યાણક જાણીને ૬૪ ઈન્દ્રો પિત પિતાના પરિવારવાલા દેવ તથા દેવિઓને સાથે લઈને ત્યાં આવે છે, અને સમવસરણની રચના કરે છે, તેમાં બેસીને તીર્થકર દે સૌ જીવોને માટે પરમ હિતકારી એવા સઘની સ્થાપના કરે છે તેમાં સૌની પહેલા ગણધર–ગણપતિઓગણેશે જે પ્રભુનાં મુખ્ય શિષ્ય–અંતેવાસિઓ હોય છે, જેમને સંયમ માંગલ્યપ્રદ હોવાના કારણે જ સૌ કોઈને માટે મંગળ કરનારે બને છે.
મહાવીર સ્વામીને ગણધરોની સંખ્યા ૧૧ ની હતી. પૌગલિક શુંઢ તે હાથી જેવા જાનવરને હોય છે. જ્યારે જ્ઞાનરૂપી ઢના માલિકે ગણધર ભગવંતે હોવાથી ચતુર્વિધ સંઘના શિમણું બનીને આખાએ સંઘને મેક્ષના માગે પ્રસ્થાન કરાવીને સૌને ભાવ મંગળ જેવા હોય છે.
તે ગણધરેમાં ઈન્દ્રભૂતિ (ગૌતમ સ્વામી) સૌથી મોટા ગણધર હતા. તેમનું વર્ણન ભગવતી સૂત્રમાં નીચે પ્રમાણે છે. ગૌતમસ્વામીનું વર્ણન
ભગવાન મહાવીર સ્વામીનાં મુખ્ય અંતેવાસી હતાં ગૃહસ્થાશ્રમને ત્યાગ કરીને નિર્ગસ્થ અવસ્થા પામેલાં હતાં. ગૌતમ ગેત્રના હતાં. સાત હાથના ઊંચા શરીરવાલા હતાં.