________________
૨૦૪]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
(૩૬) અપુનરાવૃત્તિ-કર્મ બીજ સર્વથા ખલી જવાના કારણે જેમણે ફરીથી સંસારમાં અવતાર ધારણ કરવાને નથી. તે પછી અરિહંત ભગવાનને પુનઃ પુનઃ જન્મ ધારણ કરવાની વાત જ સ`ભવી શકે તેમ નથી. આવા દેવાધિદેવ ભગવાન સિદ્ધિ ગતિના સ્થાનને પ્રાપ્ત થયેલા છે. ક્ષીણકી જીવાનુ સ્થાન લેાકના અગ્રભાગે હેાય છે. અને ધર્માસ્તિકાયાદિ પદાર્થોનું ત્યા જ અવસાન છે, માટે તે સ્થાનને છેડીને આગળ જઈ શકતા નથી. તેમજ ક ખીજ નષ્ટ થયેલુ હેવાથી ફરીથી સ સારમાં અવતાર લેવાને માટે કઈ પણ પ્રયેાજન નથી ભક્તોને આશીર્વાદ અને દુષ્ટોને દડ દેવાની વૃત્તિ (ઇચ્છા) મેહકને લઇને હાય છે જ્યારે દેવાધિદેવ પરમાત્માના મેહકર્મોનાં મૂળીયા મૂળમાથી જ ઉખડી ગયા છે આવા ભગવાન મહાવીર સ્વામી ગૃહસ્થાશ્રમના ત્યાગ કરીને દીક્ષા અગીકાર કરીને સાડા ખાર વર્ષ સુધીની અખંડ ઉગ્ર-મહાઉગ્ર તપશ્ચર્યાએ આદરી, ચાર ઘાતિકમ (જ્ઞાનાવરણીય-દનાવરણીય–માહનીય અને અ તરાય) નાશ પામ્યા પછી કેવળજ્ઞાનના માલિક બનીને સમવસરણમાં બિરાજમાન થઈ સૌ જીવેાને મેાક્ષમાના ઉપદેશ આપ્યા છે તથા ચતુર્વિધ સઘની સ્થાપના કરી છે. તેમના સ ઘમા ૧૪ હજાર શ્રમણેા, ૩૬ હજાર શ્રમણિઓની સખ્યા છે તે ચતુવિધ સંઘ સાથે જેમાં કરોડોની સંખ્યામાં દેવે છે દાનવે છે, નાગકુમારી છે, અસુરે છે. તેમના ઈન્દ્રો છે, ઈન્દ્રાણિએ છે, દેવિએ છે, રાજા મહારાજાએ છે, રાણી
મહારાણિઓ છે. શેઠ શાહુકાર છે. ઇત્યાદિક અગણિત માનવ સમુદાય સાથે ભગવાન એક ગામથી બીજે ગામ વિહાર કરતાં કરતા એક સમયે ‘મેકા’ નગરીના નન્દન નામનાં ચૈત્યમાં પધારે છે.
'