________________
૨૦૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ (૨૮) મોચક-કર્મ પિરામાંથી પદેશ-ડિતોપદેશ આપીને બીજા ને પણ મુક્ત કરાવનાર અરિહંત ભગવાન છે. કેમકે રાગ-દ્વેષ પરિગ્રહ તથા પુનઃ પુના અવતાર ધારણ કરનારને જે પિતે કર્મના બંધનથી બંધાયેલ છે તે બીજાને કઈ કાળે પણ મુક્ત કરાવી શકે તેમ નથી. વીતરાગદેવ તેવા નથી માટે જ દેવાધિદેવ–શરણ્ય ભગવાન કહેવાય છે.
(૨૯) સર્વજ્ઞ–સર્વદશી–ત્રિકાલવર્તી દ્રવ્ય તથા પર્યાયાત્મક પદાર્થ માત્રને વિશેષ રૂપે જુએ-જાણે તે સર્વજ્ઞ કહેવાય છે અને સામાન્ય પ્રકારે જાણે તે સર્વદશી કહેવાય છે. અર્થાત્ છદ્મસ્થ પહેલા જુએ અને પછી જાણે છે. જ્યારે તીર્થ કરદેવ પહેલા જાણે છે અને પછી જુએ છે.
ની જાલ છેદીને સિદ્ધશિલા ઉપર બિરાજમાન અરિ. હંત પરમાત્માએ અનંતજ્ઞાની છે અર્થાત્ સર્વજ્ઞ છે આનાથી જેઓ મુક્તાવસ્થામાં જ્ઞાનની માત્રા સ્વીકારતા નથી તેમનું ખંડન થઈ જાય છે. કેમકે જ્ઞાન આત્માને ગુણ હોઈને ગુણીથી જૂદું પડતું નથી, તેમજ ગુણી કેઈ કાળે પણ ગુણ વિના કયાય પણ અર્થાત્ નિગોદ, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ-દેવેન્દ્ર, ચકવતી અને સિદ્ધશિલામાં પણ રહેતો નથી. . (૩૦) શિવ–સંપૂર્ણપણે સર્વ જાતની દ્રવ્ય અને ભાવબાધા-- એથી રહિત હોવાના કારણે અરિહંતદેવ મંગળભૂત હોય છે.
(૩૧) અચલ–સિદ્ધશિલા પ્રાપ્ત કર્યા પછી સાદિ અનંત ભાગે તેઓ સર્વથા અચલ હોય છે. કર્મોને સંપૂર્ણ નાશ થવાથી સ્વાભાવિક અને પ્રાયોગિક ગતિ પણ તેમને નથી '
(૩ર) અરુજ-દ્રવ્ય અને ભાવ રેગ જેમને નથી કેમકે આ બંને રેગેનું કારણ શરીર અને મન હોય છે. પરમાત્મા