________________
[૨૦૧
શતક–૩: સંપાદકનું પૂરોવચન] આત્માના પ્રબળ પુરુષાર્થ વિના આ માર્ગ અરિહંત ભગવત વિના કોઈને પણ પ્રાપ્ય નથી
(૨૪) જ્ઞાયક–રાગદ્વેષનું સ્વરૂપ, તેમની અન ત શક્તિ અને તેમને જીતવા માટેનું સમ્યગૃજ્ઞાન જેમણે છાઘસ્થિક જ્ઞાન ચતુષ્ટય વડે જાણ્યું છે, અને તે પ્રમાણે જ બીજા જીવોને પણ રાગ-દ્વેષાદિને જીતવા માટેનો ઉપદેશ આપે છે. તે ભગવાન કહેવાય છે.
(૨૫) બુદ્ધ–એટલે જીવ–અજીવ–પુણ્ય–પાપ–આશ્રવ -સંવર, બ ધ નિર્જર અને મોક્ષ રૂપ નવ તને જેઓએ યથાર્થરૂપે જાણ્યા છે તે ભગવાન છે. નર્વતને પહેલા સમ્યક્ પ્રકારે જાણવા અને જાણેલા તને સમ્યગુદર્શનવડે -શ્રદ્ધામાં ઉતારવા અને ચારિત્ર અર્થાત્ જાણેલા અને શ્રદ્ધાચેલા તને જીવનમાં ઉતારવાં એ જ એક માનવ કર્તવ્ય છે. અને અરિહંતના માર્ગે જવાનો સરળ ઉપાય છે
(૨૬) બેધક–પોતે જાણેલા જીવાદિ તને તથારૂપે જે બીજાઓને ઉપદેશ દેનારા ભાવદયાના માલિક, પતિતપાવન ભગવાન મહાવીર છે.
(૨૭) મુક્ત-આહ્ય અને આભ્યન્તર ગ્રન્થિને જેમણે તેડી નાખી છે તે મુક્ત કહેવાય છે. ગૃહસ્થાશ્રમ–પુત્રપરિવાર માતાપિતા-ધન-ધાન્ય–સુવર્ણ, રજત આદિ બાહ્ય પરિગ્રહ છે. “અને મિથ્યાત્વ વેદત્રય હાસ્ય-રતિ–અરતિ–ભય-શેક, જુગુપ્સા, ક્રોધ-માન-માયા અને લેભ આ પ્રમાણે આભ્યન્તર ગ્રન્થિ છે, આ બંને ગ્રથિઓને તેડીને કર્મના પિંજરામાંથી સર્વથા મુક્ત થયા છે તે ભગવાન છે.