________________
૧૯૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ મરણ ભય છે. અપયશ ભય-લે કે મારી નિંદા કરશે તે ? આટલું કરૂ છું છતાં લોકે મારા માટે સારૂ બોલતા નથી. આમ અપયશ ભયને લઈને રાતદિવસ ચિન્તિત રહે છે.
આ પ્રમાણે સાતે ભવોના હરનારા ભગવાન મહાવીર સ્વામી છે. એટલે કે ભગવાન મહાવીરસ્વામીના ચરણોમાં આવેલા માનવનો ભય બધી રીતે નાશ પામીને સર્વથા અભય-અવસ્થા પ્રાપ્ત કરે છે.
(૧૪) ચક્ષુદાયક–અસીમ ભાવદયાના માલિક ભગવાન મહાવીરસ્વામી સૌને શ્રુતજ્ઞાનરૂપી દિવ્યચક્ષુને આપવાવાલા છે. કેમકે ચર્મચક્ષુ તે સૌ કોઈને હોય છે પણ આ ચક્ષુઓથી કેઈનું ભલું થયું નથી માટે “તે જ માણસ ચક્ષુવાલા છે જેઓ ત્યાગ કરવા ગ્ય અને સ્વીકાર કરવા એગ્ય ભાવોને જોઈ અને જાણે શકે છે.”
વનવગડામાં ભૂલા પડેલા માણસને લેમીઓ જેમ રસ્ત બતાવીને જે ઉપકાર કરે છે તેમ ભગવાન પણ સ સારરૂપી અરણ્યમાં પીડાયેલા, અને રાગ-દ્વેષક્ષી ચેવડે લુંટાયેલા, તથા કુવાસના-મિથ્યાવાસનારૂપી અજ્ઞાનથી આમ તેમ ભટક્તા જીવોને શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ આપીને અનંત સુખનાં સ્થાનરૂપ નિર્વાણ માર્ગને દેખાડીને સૌને અનુપમ ઉપકાર કરનારા છે.
(૧૫) માર્ગદ–જીવમાત્રને સમ્યગજ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપી ત્રણ રન આપીને પરમપદે (મેક્ષ)ને રસ્તે ચઢાવનારા છે.
(૧૬) શરણદ–સૌને ધર્મને રસ્તો બતાવી ઘણા ઉપદ્રવથી પીડાયેલા જીને પિતાના શરણમાં લઈને ઉપદ્રવ રહિત કરનારા છે.