________________
૧૨]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ હેય તે વીર છે. વીર્ય એટલે આત્માને સબળ પુરુષાર્થ, અખૂટ શક્તિ, અખૂટ ધૈર્ય અને કર્મ રાજાના સશક્ત સૈન્ય સાથે લડવાની અપૂર્વ ન્યૂહ રચના તે વીર્ય છે. ભગવાન મહાવીરસ્વામીની આત્મીય વીર્ય શક્તિ અપૂર્વ અને અદ્વિતીય હતી, જેને લઈને મહારાજાને તથા તેના સૈનિકે એક પછી એક પરાસ્ત કરતા ગયા છે. “માં રીરિ મહાવીરઃ” રણમેદાનમાં તલવાર, તીર કામઠા, આદિ શથી હજારોલાખો માણસને દમવા સરળ છે, પણ પોતાના આત્માને દમનાર જ ખરો વીર છે, મહાવીર છે. લૌકિક અને અલૌકિક રૂપે મહાપુરુષે બે પ્રકારના હોય છે, જેમાંથી લૌકિક પુરુષે
દમનનીતિને વશ થઈને સ સારના વિજેતા બને છે, જ્યારે અલૌકિક તીર્થંકર પરમાત્માએ “શમનનીતિના આધારે સે જીવને વશ કરી પોતાનું લક્ષ્ય સિદ્ધ કરે છે. '
(૩) આદિકર–પોતાના તીર્થની અપેક્ષાએ શ્રત ધર્મને પ્રગટ કરે તે આદિકર કહેવાય છે. એનો અર્થ એ થયે કે, સમ્યગુશ્રુતજ્ઞાન અનાદિકાળથી એક જ છે. જે વાત આદીશ્વર ભગવાને કહી તે જ વાત મહાવીરસ્વામીએ કહી છે. તે અપેક્ષાએ આદિકર વિશેષણ સાર્થક છે. અહીં “મહાવીરસ્વામીએ જૈન ધર્મને સ્થાપે છે માટે જૈન ધર્મની આદિ કરનારા મહાવીરસ્વામી છે આ અર્થ કરવાનો છે જ નહીં, અને આ અર્થ જૈન ધર્મને માન્ય નથી કેમકે “ધર્મ અનાદિ નિધન હોવાથી કોઈ કાળે પણ તેની આદિ નથી. જ્યારથી માનવ સમાજ છે ત્યારથી જૈન ધર્મ છે, અને જ્યારથી હિંસા કર્મ છે, ત્યારથી જૈન ધર્મના પ્રાણસમે અહિંસા ધર્મ પણ છે, અહિંસા અને હિંસા વિનાને માનવ કઈ કાળે પણ નથી. માટે આ સ્થાને દ્વાદશાંગીની રચના કરવાના કારણે જ