________________
શિક–૩: સંપાદકનું પૂરવચન]
[૯૬
" ज्ञायते आत्मतत्त्व, हेयोपादेयादि तत्वञ्च येन तद् ज्ञानम् "
જેનાથી આત્મતત્વની યથાર્થતા અને ત્યાગ કરવા યોગ્ય તથા સ્વીકાર કરવા ગ્ય તો જણાય તે સમ્યગ જ્ઞાન છે, આવુ જ્ઞાન “કેવળજ્ઞાન” જ હોઈ શકે છે, કેમકે તે જ્ઞાનમાં એક પણ કર્યાવરણ હેતુ નથી રાગાદિ દૂષણોની ઉત્પત્તિ પણ ત્યાં સમાપ્ત થાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાનના માલિક, પરમપાવન, પતિતપાવન ભગવાન મહાવીરસ્વામી છે, તે કેવા છે? તેમનું સ્વરૂપ શું છે તે તેમના વિશેષણથી જ જરા જોઈ લઈએ. શ્રી મહાવીર સ્વામીના વિશેષણ
(૧) શ્રમણ-માનસિક ખેદ વિના જે ઉત્કૃષ્ટ પ્રકારે સાત્વિક તપ કરે છે. પદાર્થના યથાર્થ સ્વરૂપને જાણનારા તથા સ પૂર્ણ જીવરાશિ પ્રત્યે સમતાભાવ ધારણ કરે છે તે માટે શ્રમણ છે.
લેષણ, ભેગેષણ અને વિષણને સંપૂર્ણ ત્યાગ કરીને આત્માની અન ત શક્તિઓના પ્રાદુર્ભાવ માટે કરાતી તપશ્ચર્યા જ સાચી તપશ્ચર્યા છે. “આત્માનં, રાજદ્દ રજૂ તપત્તી ત્તિ ” જેનાથી તામસિક, રાજસિક અને છદ્મસ્થાદિ દેને સમૂળ નાશ થાય તે તપશ્ચર્યા છે કર્મોની સંપૂર્ણ નિર્જરા (ક્ષય) કરાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવે તે તપશ્ચર્યા છે. આવી આત્મલક્ષીભૂત તપશ્ચર્યા કરનાર શ્રમણ છે .
(૨) મહાવીર–આત્મીય શત્રુભૂત કર્મોને તપશ્ચર્યા દ્વારા - વિદારનાર છે અગ્નિમાં તપાવેલા સુવર્ણની માફક જેઓ અત્યન્ત શુદ્ધ થયેલા છે. આવા તપ અને વીર્યવડે જે યુક્ત