________________
૧૯૨]
- [ભગવતીસૂત્ર સારગ્રુહ
છે. ગતભવમાં શુભ કે અશુભ નામકર્મની ઉપાર્જના કરી હોય તેજ પ્રમાણે જન્મ ધારણ કરતા આ જીવને તે કર્મ ઉદયમાં આવે છે અને તેવા તેવા પ્રકારે શરીરની રચના થાય છે. માનવ કે તિર્યંચ અવતાર ધારણ કરનારા જીવને કુક્ષિગત વીર્ય અને રજની જ આવશ્યકતા પડે છે જેમાં આ જીવ જન્મ ધારણ કરે છે. પોતાના શુભાશુભ કર્મોને ભેગવવાં માટે ધારણ કરાતા શરીરની રચનામાં પુદગલો જ ઉપકારક છે. જેનાથી સંસારવતી બધાએ જે શરીર ધારણ કરે છે *- ભાષા પર્યાપ્તિ નામકર્મ વડે બેઈન્દ્રિયથી લઈને પચેન્દ્રિય સુધીના જીવો પોતપોતાની ભાષાને વ્યવહાર કરે છે. આ ભાષા વગણ અર્થાત્ જે ભાષા આપણે બોલીએ છીએ તે કર્મ પગલે જ છેશબ્દ પણ પૌગલિક છે, કેમકે ગુણેને ગતિ હોતી નથી પણ પુગલો તે પ્રયોગને અનુસારે ગતિ કરે છે. ત્યારેજ ગમે ત્યાથી બલાત શબ્દ કાન પાસે આવે છે અને પિતાની પાસે આવેલા શબ્દને કણેન્દ્રિય ગ્રહણ કરે છે. પૌગલિક શબ્દ મૂર્તિમાન છે.. માટે કાનમા શબ્દને સ્પર્શ અનુભવાય છે જે સ્પર્શવાન હોય છે, તે રૂપી હોય છે, અને જે રૂપી હોય છે તે પૌગલ હોય છે. આકાશ અને પરમાણુ સર્વથા પક્ષ હોવાથી શબ્દ તેમને ગુણ નથી કેમકે પરોક્ષ પદાર્થનો ગુણ પ્રત્યક્ષ હોઈ શકતો નથી. અને શબ્દ તે પ્રત્યક્ષ છે. કદાચ કેઈ કહે કે “વાયુ પરોક્ષ છે છતાં તેનો
સ્પર્શ ગુણ પ્રત્યક્ષ અનુભવાય છેઆ પ્રમાણે આકાશ ભલે પક્ષ રહ્યું પણ તેનો ગુણ શબ્દ પ્રત્યક્ષ રહી શકશે.” પણ આ વાત ઠીક નથી. કારણકે જૈનશાસન માન્ય વાયુ પણ પ્રત્યક્ષ જ છે સ્પર્શવાળા હોવાથી માટે શબ્દ પણ પ્રત્યક્ષ છે. જેની ઉત્પત્તિ અને વિનાશ હોય છે તે ગુણ હેત નથી પણ દ્રવ્ય હોય છે. શબ્દ પણ ઉત્પન્ન ચાય છે અને વિનાશ પામે છે માટે વ્ય છે.