________________
૧૮૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
વ્યવસ્થા અને પ્રરૂપણ સર્વથા યથાર્થ અને અનુભવ ગમ્ય છે. શરીર, વાણી, મન, પ્રાણ અને અપાનની રચના શાથી થાય છે ? આનો જવાબ યથાર્થવાદી ભગવાન મહાવીર સ્વામી આમ આપે છે કે-ઈશ્વર નિરંજન નિરાકાર હોવાથી સંસારનું નિર્માણ કરી શકે તેમ નથી. કેમકે કોઈ પણ વસ્તુના નિર્માણમાં રાગ–દેવને સંભવ અવશ્યમેવ હોય છે. જ્યારે ઈશ્વર તે નિરંજન સ્વરૂપે છે, માટે સંપૂર્ણ રાગ-દેપ–કામ-ક્રોધને નાશ કરનાર ઈશ્વર સંસારને બનાવી શકે તેમ નથી.
શરીર વિનાને ઈશ્વર ક્યા સાધનોથી સસાર બનાવશે ? જેની પાસે શરીર ન હોય, તેને હાથ–પગ પણ કયાંથી હોય ? એવી. સ્થિતિમાં કઈ પણ માનવ કઈ પણ વસ્તુને નિર્માણ કર્તા થતા હૈય, એવો અનુભવ કેઈને પણ નથી. ઈશ્વર નિરાકાર છે. અર્થાત
આ પ્રમાણે આગમ વચનને અનુસારે પણ ઈશ્વર શરીર વિનાનો છે, માટે અનંત સંસારની એક પણ રચના ઈશ્વરને આધીન નથી છતાંએ અનાદિકાળથી સંસાર છે, માનવ છે, પુદ્ગલે છે, અને સંસારનું સંચાલન પિતાની રીતે બરાબર ચાલી રહ્યું છે.
સંસારના પ્રત્યક્ષ દેખાતા ઘણા પદાર્થો જેવા કે –આકાશના વાદળા, વિજળીના ચમકારા, જમીનમા નાખેલા બીજના આધારે મોટા મેટા ઝાડે, તેના ઉપર આવનારા પુષ્પ, ફળો, તેમાં પણ ખાટો, મીઠે રસ ઈત્યાદિક અગણિત પદાર્થોના નિર્માણ કર્તાને કેઈએ જે નથી જોવામાં આવતો નથી માટે જે અદશ્ય શક્તિના માધ્યમથી સસારનું સચાલન દેખાય છે, તે શક્તિ જ કર્મસત્તા છે. “મનાવનાઃ ચત્ત ચિત્તે તત વા -- અર્થાત મન–વચન અને શરીર વડે જે કરાય તે કર્મ પૌદ્ગલિક