________________
શતક-રજુ ઉદ્દેશકે-૧૦]
આવે તો સંસારમાં ગડબડ ઉભી થશે તે આ પ્રમાણે ચાલવાવાળા જીવને ધર્માસ્તિકાય ચલાવ્યાજ કરશે અને ઉભા રહેવાવાળા જીવને અધર્માસ્તિકાય ચાલવાજ નહિ દે પરંતુ અનાદિકાળના સંસારમાં આવુ કયારે પણ બન્યું નથી, બનતુ નથી અને અન તસંસારમાં બનશે પણ નહિં જિનેશ્વરદેવનું શાસન લેકની મર્યાદાને વ્યવસ્થિત પ્રદર્શિત કરવાવાળુ છે ગધેડાના ગૃગની જેમ અસત્કલ્પના અથવા -આકાશમાંથી કુલ ઉતારવા જેવી મિથ્યા–ભ્રમણા જૈનશાસનમાં નથી.
જીવ અને પુદ્ગલને સહાયક રૂપે આ બન્ને દ્રવ્યો લોકાકાશમાં રહે છે અર્થાત્ લોકાકાશના છેલ્લા પ્રદેશ સુધીજ છે માટે અલકાકાશમાં જીવ અને પુગલ ધર્માસ્તિકાયની સહાયતા ન હોવાના કારણે જઈ શકતા નથી નિર્વાણ દશાને પામેલે જીવ સિદ્ધશિલા ઉપરજ વિરાજમાન હોય છે
પુગલ દ્રવ્યથી બનેલે બગલે જેમ સાત છે, તેવી જ રીતે -ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય જ્યા વિરામ પામે છે, તે લોકાકાશ પણ સાત છે, એટલે અતવાળે છે, માટે જ એક કાકાશ છે જ્યારે બીજો અલકાકાશ એટલા માટે છે કે–ત્યા ધર્મ અને અધર્મના પ્રદેશ નથી ધર્મ અને અધર્મની સહાયતા વિના એક પણ જીવ અને પુગલ ત્યા જઈ શકે તેમ નથી. તેના વિભાગીકરણમા જેન શાસનની આ સ્પષ્ટ મર્યાદા છે
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયને જગત ઉપર જે ઉપકાર છે તે જાણ્યા પછી પુદ્ગલાસ્તિકાયને ઉપકાર શું છે ? તે જાણી લઈએ. યદ્યપિ પુદ્ગલ અજીવ દ્રવ્ય છે, છતાં પણ એની શક્તિ કેટલી જોરદાર છે, એ જાણવાનું અત્યન્ત રસપ્રદ છે.
જેનશાશન એટલાજ માટે અજોડ છે કે તેની પરા–