________________
૧૭૬]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
-
-
-
-
-
-
-
જયારે કેવલી ભગવંતે ફરમાવ્યું છે કે ગુણ અને ગુણી કથા રેય જુદા રહેતા નથી ઘટ ઉત્પન્ન થતાની સાથે જ તેમાં ગુણ વિઘમાનજ હોય છેઅર્થાત્ ધટની ઉત્પત્તિ અને તેના ગુણે સર્વચા સાથેજ છે. અને પુદ્ગલ દ્રવ્ય એક છે પણ જુદા જુદા સહકારને લઈને પર્યાય રૂપે જૂદા જૂદા છે.
ધર્મ અધર્મ અને અકાશ આ ત્રણે બે કાકાશમાં એક એક દ્રવ્યજ છે જયારે જીવ અને પુદ્ગલ અનંત છે કાકાશ અસખ્યાત પ્રદેશી થઈને જેમ અખંડ છે તેમ ધર્માસ્તિકાય (ગતિસહાયક ) અધર્માસ્તિકાય (સ્થિતિ સહાયક) ક અસખ્યાત પ્રદેશ હાઈને પણ એક એક અખડ દ્રવ્ય છે ગતિમાં સહાય કરનાર ધર્માસ્તિકાયની તુલનામાં આવે અને સ્થિતિમાં સહાય કરનાર અધર્માસ્તિકાયની તુલનામાં આવે એવો બી જે પદાર્થ એક નથી ત્યારે આકાશાસ્તિકાય સૌને અવકાશ આપે છે. આ ત્રણે દ્રવ્યો જેમ અખડ છે, તેમ ક્રિયા વિનાના છે જ્યારે જીવ અને પુદ્ગલ ક્રિયાવાન છે. ,
ક્રિયા એટલે એક સ્થાનેથી બીજા સ્થાનને અને એક આકારથી બીજા આકારને પ્રાપ્ત કરે તે ક્રિયા કહેવાય છે. જ્યારે ધર્મ, અધર્મ અને આકાશને તો કોઈ પણ કાળે ક્ષેત્રાન્તર કે આકારાન્તર થતા નથી. છતાં પણ અતિભવતિ–ગયુપગ્રહ-સ્થિત્યુપગ્રહ અને અવકાશ દાનોપગ્રહ આદિ ક્રિયાને વ્યવહાર ત્રણે કામ થાય છે, માટે પરિણામ લક્ષણ ક્રિયા આ ત્રણેમાં સમજવી જીવ તથા પુદ્ગલમાં પરિસ્પન્દ લક્ષણ ક્રિયા સમજવી અહી જીવ તથા પુગલોને ક્રિયાવાન કહ્યા છે. તે પરિસ્પન્દ લક્ષણ ક્રિયાના કારણે જ અને આજ ક્રિયા . ખરેખર ક્રિયા છે ધર્મ–અધર્મ–આકાશ અને જીવના પ્રદેશો અસંખ્ય છે. પ્રદેશ એટલે સર્વ સૂક્ષ્મ પદાર્થ જેને બીજે વિભાગ