________________
૧૬૮
[ભગવતીસૂત્ર સાસંગ્રહ ધર્માસ્તિકાય અરૂપી, અજીવ અને શાશ્વત છે. અવસ્થિત લકદ્રવ્ય છે.
ધર્માસ્તિકાય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લેક પ્રમાણ એટલે જેવડે લેક છે તેટલું છે. કાળથી નિત્ય છે અને ભાવથી રંગ, ગંધ, રસ અને સ્પર્શ વિનાનો છે. ગુણથી ગતિ ગુણવાળો છે.
એવી જ રીતે અધમસ્તિકાય અને અકાશાસ્તિકાય પણ છે વિશેષતા એ છે કે–અધર્માસ્તિકાય ગુણથી સ્થિતિ ગુણવાળે છે ને આકાશાસ્તિકાય ક્ષેત્રથી કલેક પ્રમાણે અર્થાત્ જેટલે લોકાલોક છે, એવો છે–અનંત છે અને ગુણથી અવગાહના ગુણવાળે છે. ઉપર ધર્માસ્તિકાયને ગુણ ગતિગુણ બતાવ્યો અને અધર્માસ્તિકાયને ગુણ સ્થિતિગુણ બતાવ્યું. એનું કારણ એ છે કે આ કાકાશની અંદર એવા બે પદાર્થો સર્વત્ર વ્યાપ્ત થઈને રહેલા છે. કે જે જીવ અને પુદ્ગલને ગતિમાં અને સ્થિતિમાં સહાયક થાય છે. જેમ માછલાને ચાલવામાં પાણી સહાયક છે, અને ઉભા રહેવામાં જમીન સહાયક છે, તેમ જીવ અને પુદ્ગલની ગતિ જેની સહાયતાથી થાય છે, તેનું નામ ધર્માસ્તિકાય છે. અને જીવ અને પુગલની સ્થિતિ–સ્થિરતા–જેની સડાયતાથી થાય છે, એનું નામ અધર્માસ્તિકાય છે.
હવે જીવાસ્તિકાયદ્રવ્યથી અનંત જીવદ્રવ્ય રૂપ છે, ક્ષેત્રથી લેક પ્રમાણ છે. કાળથી હમેશાં નિત્ય છે ભાવથી રંગ, ગંધ, રસ, સ્પર્શ વિનાને છે. ગુણથી ઉપયોગ
ગુણવાળે છે.
હવે પુદ્ગલાસ્તિકાયનું સ્વરૂપ જુઓ-પગલાસ્તિકાયમ પાંચ રંગ, પાંચ રસ, બે ગંધ, અને આઠ સ્પર્શ છે. આ