________________
શતક–ર જુ ઉદ્દેશક-૯]
[૧૯૭
સમય એટલે કાળ. કાળથી ઉપલક્ષિત જે ક્ષેત્ર તે ‘ સમય ક્ષેત્ર’ કહેવાય છે. કહેવામાં આવ્યુ છે કે સૂર્યની ગતિથી આળખાતા દિવસ અને માસાદિરૂપ કાળ એ મનુષ્ય ક્ષેત્રમાં જ છે. તેથી આગળ નથી. કારણ કે આગળ રહેનારા સૂર્ય ગતિવાળા નથી.
L
જબુદ્રીપથી લઈને માનુષાતર પર્વત સુધી મનુષ્યલેાક છે જે ક્ષેત્રમાં અરિહંતા, ચક્રવતિએ, ખલદેવેા, વાસુદેવા, શ્રાવકો અને શ્રાવિકાઓ છે. તે મનુષ્યલેક છે જ્યાં માટા મેઘ વરસે છે. જ્યા અગ્નિકાય છે. જ્યાં ચદ્રગ્રહણ અને સૂર્ય ગ્રહણ થાય છે, તે મનુષ્યલાક છે.,
પાંચ દ્રવ્યેા
જૈન શાસ્ત્રામાં છ દ્રવ્યે માનવામાં આવ્યા છે જેમાંના પાંચ અસ્તિકાયરૂપ છે. અને છઠ્ઠું દ્રવ્ય છે કાળ. અસ્તિકાય દ્રવ્યે આ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય જીવાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય, આ પાંચ અસ્તિકાયાનુ વર્ણન આ પ્રકરણમા છે. જેના સાર આ છે:
પહેલા એ જાણવું જોઈએ કે− અસ્તિકાય એટલે શું! અસ્તિ’ એટલે પ્રદેશ અને ‘ કાય' એટલે સમૂહ. અર્થાત્ પ્રદેશેાના સમૂહ. એના બીજો અર્થ એમ પણુ છે કે– અસ્તિ ’ એ ત્રણે કાળના સૂચક નિપાત ( અન્યય છે. ) અર્થાત્ જે થાય છે, થયા છે ને થશે એવા જે પ્રદેશેાના સમૂહ, એનુ નામ છે અસ્તિકાય.
આવા અસ્તિકાય ધરાવનારા પદાર્થોં પાંચ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાય
'