________________
૧૫૦]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
ઉત્તર પૂર્વ વિભાગમા પુષ્પવતી નામનું ચૈત્ય હતું. આ ચૈત્યમાં શ્રી પાર્શ્વનાથનાં શિષ્યા આવીને ઉતર્યા. આની તુ ગિકાના શ્રાવકાને ખબર પડે છે. શ્રાવકો પધા ભેગા થઈને વિચાર કરે છે કે આપણે તેમને વંદન કરવાને તથા ઉપદેશ સાભળવાને માટે જવું જોઇએ નિણૅય કરીને સુંદર વસ્ત્રાથી સજ્જિત થઈને બધા એક સાથે તે ચૈત્ય તરફ જાય છે. તે શ્રાવકે આ મુનિરાજોની પાસે જતાં પાંચ અભિગમે સાચવે છે. અર્થાત્ સચિત દ્રબ્યા દૂર કરે છે, અચિત્ત વસ્તુઓ સાથે રાખે છે. પેાતાના પ્રેસને જનાઈની માફ્ક ધારણ કરે છે, મુનિરાજોને દેખતાં જ હાથ જોડે છે. અને મનને એકાગ્ર કરે છે. તેઓ પાસે જઇ ત્રણ પ્રદક્ષિણા દેછે.
પછી તે સ્થાવરે ભરાએલી તે સભાને ચાર મહાવ્રતવાળા ધર્મીના ઉપદેશ કરે છે. તે પછી તે શ્રમણેાપાસાએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તે મુનિએએ જણાવ્યુ કે
સંયમનું ફળ આસવરહિતપણું અને તપનુ ફળ. વ્યવદાન અર્થાત્ કર્માને કાપવા તે છે.
આ વાતથી તે શ્રાવકોને એક શંકા રહી ગઇ કે સયમની આરાધનાથી દેવ થવાય છે.' એમ જે કહેવાય છે એનું શું? તેથી તેમણે ફરી પ્રશ્ન કર્યો કે—‹ દેવેશ દેવલાકમા ઉત્પન્ન થાય છે, તેનું શુ કારણ છે.
આના ઉત્તરમાં~
કાલિકા પુત્ર નામના સ્થવિરે કહ્યું કે-પૂર્વીના તપ વડે દેવે દેવલાકમાં ઉત્પન્ન થાય છે.
જેમ અંગારા જેવી સળી પ્રવેશ કરતા રૂતે ખાળતી જાય છે, તે પ્રમાણે જ મૈથુનાસ્ડ માણસ પણ જીવાની હત્યા કરે છે