________________
શતક–૨ જું ઉદ્દેશક–૫]
[૧૪૭ માતાની પેટની વચ્ચે રહેલ ગર્ભનું શરીર તે “કાય કહેવાય. તે શરીરમાં જે ઉત્પન્ન થવું તે “કાયભવ” કહેવાય અને તેમાં જે જન્મ્યા હોય તે કાયભવસ્થ કહેવાય. તે કાયભવસ્થરૂપે વીસ વર્ષ સુધી રહે. તે એવી રીતે તે કઈ જીવનું શરીર ગર્ભમાં રચાઈ ગયું હોય પછી તે જીવ તે શરીરમાં માતાના ઉદરમાં બાર વર્ષ સુધી રહી. મરણ પામી પાછો પિતે રચેલ તેને તે શરીરમાં ઉત્પન્ન થઈ ફરીને બાર વર્ષ સુધી રહે. એ પ્રકારે ચોવીસ વર્ષ સુધી કાયભવસ્થરૂપે રહે. અથવા એમ પણ કહે છે કે બાર વર્ષ સુધી રહીને કરીને બીજા વીર્યવડે ત્યાજ તેજ શરીરમાં બાર વર્ષની સ્થિતિયુક્ત થઈને જન્મ. એ રીતે વીસ વર્ષ ગણાય.૩૩
ધન ૩૩. ઉદક ગર્ભ માટે સારામાં સારી જાણકારી ભગવતી સૂત્રના વિવેચન પરથી જાણું લેવી
ગર્ભગત જીવ ઓછામાં ઓછું અને વધુમાં વધુ ક્યાં સુધી રહેશે, તેની ચર્ચા કર્યા પછી એક જીવને એક સાથે કેટલા બાપ (પિતા) હોઈ શકે છે, તેના જવાબમાં નરદેવ અને ભાવદેવથી પૂજાએલા દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીએ ફરમાવ્યું કે-બસોની સંખ્યાથી લઈને નવશેની સંખ્યા સુધી એક જીવના બાપ હોઈ શકે છે. અને ત સ સારની માયા પણ અત્યંત અગોચર હોય છે. તેથી કેઈક ક્ષેત્રની અપેક્ષાએ આ વાત હશે જેમકે એક ગાયની ચોનિમાં એક સાડનું વીર્ય પડયુ અને ત્યારપછી બીજા બીજા બસોથી નવસે સુધી સાડોનું વીર્ય તેમા જે પડશે તો તે ગાયથી જન્મ લેનાર એક વાછરડાના બાપ પણ તેટલાજ હોઈ શકશે. કેમકે બધાઓના વીર્યથી એક વાછરડુ જમ્યુ છે.
સ સારચક્રમાં કઈપણ વાત ન બની શકે એવું છે જ નહિ.