________________
૧૪૬]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ થયેલે દેવ બીજા દે સાથે તથા બીજા દેવની દેવીઓ સાથે તેઓને વશ કરીને તથા પિતાની દેવીઓ સાથે પણ પરિ. ચારણા–વિષય સેવન કરે છે પોતે પોતાનાં બે રૂપ બનાવીને પરિચારણ કરતા નથી આથી એ પણ સિદ્ધ થાય છે કેએક જીવ એક સમયે એક વેદને જ અનુભવે છે. સ્ત્રીવેદે કે પુરુષ વેદે. જે સમયે સ્ત્રીવેદને વેદે છે, તે સમયે પુરુષવેદને વેદત નથી. અને જે સમયે પુરુષવેદને વેદે છે, તે સમયે સ્ત્રીવેદને નથી વેદતે. ઉદકગર્ભ વિચાર - હવે ઉદકગર્ભ સ બ ધી વિચાર છે જેમ મનુષ્યને ઉત્પન્ન થવામાં પહેલાં ગર્ભ ધારણ થાય છે, તેવી રીતે વરસાદ વરસવામાં પણ પહેલા ગર્ભ બંધાય છે. જેને “ઉદગર્ભ કહેલ છે. અર્થાત્ કાળાન્તરે પાણું વરસવામાં હેતુરૂપ જે પુદ્ગલને પરિણામ તેનું નામ છે “ઉદકગર્ભ.
આ “ઉદકગર્ભ ઉદકગર્ભરૂપે ઓછામાં ઓછું એક સમય અને વધારેમાં વધારે છ મહીના સુધી રહે છે - તિર્યગૂ નિગર્ભ -તિય નિ ગર્ભરૂપે ? ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધારેમાં વધારે આઠ વર્ષ સુધી રહે છે.
મનુષીગર્ભ મનુષીગર્ભરૂપે ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે બાર વર્ષ સુધી રહે છે. આ
કર્યભવસ્થ કાયભવસ્થરૂપે ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધારેમાં વધારે રોવીસ વર્ષ સુધી રહે.