________________
૧૪૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
રાજગૃહમાં શ્રી ગૌતમસ્વામીનું ભિક્ષાટન, ગૌતમસ્વામીએ ભગવાનને પૂછીને કરેલે નિર્ણય અને છેવટે રાજગૃહના ઉના પાણીના કુંડેનું વર્ણન છે. રસનેબ્ધિ, ધ્રાણેન્દ્રિય, નેન્દ્રિય અને શ્રવણેન્દ્રિયના આવરણીય કર્મોને ઉદય હોવાથી તેમને જીભ, નાક, આંખ અને કાન ઈન્દ્રિચોથી સર્વથા વચિત રહેવાનું હોય છે. તેથી તેમને સ્પર્શેન્દ્રિય નામની એક જ ઈન્દ્રિય હોવાથી અત્યન્ત અસ્પષ્ટ વેદનાઓને ભોગવતાં છેદન–ભેદન સહન કરતાં, શરદી–ગરમી તથા હિમપાતની તીવ્ર વેદનાને વેદતા એકેન્દ્રિય જીવો અસ ખ્યાત અને અનતકાળ સુધી ત્યાં જ રહે છે
આમાં પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિ કાયના જીવોને સમાવેશ થાય છે જે સ્થાવર નામકર્મના કારણે સ્થાવર કહેવાય છે. બે ઈયિના જીવોને સ્પર્શ અને જીભ ઈન્દ્રિય હોય છે. જ્યારે નાક, આંખ અને કાન ઈન્દ્રિયોના આવરણ કર્મોને પ્રબલ ઉદય હોવાથી તેમને નાક, આંખ અને કાન નથી હતા, માટે જ આ ત્રણે ઈન્દ્રિયેના જ્ઞાનથી તેઓ હમેશાને માટે વંચિત રહે છે
બે ઈન્દ્રિય જીવોમાં બધી જાતને નાના મોટાં શખ, કડા, કેડી, પેટમાં થનારા કરમીયાં, ખરાબ લોહીને ચૂસનાર જળ, અળસીયાં, વાસી રોટલી, રોટલા, ભાત, નરમ પુરી વગેરેમાં ઉત્પન્ન થનારા કીડા, લાકડાના કીડા, પેટમાં, ફેડલામાં, મસામાં, એઠવાડમાં થનારા નાના કરમીયા, વાસી પાણીમાં ઉત્પન્ન થનાર પરા, નાની મોટી સીપ તથા વાળાના છ વગેરે આવી જાય છે.
તેઈન્દ્રિય જીવોને ચક્ષુરિન્દ્રિય અને શ્રવણેન્દ્રિયનું આવરણ હોવાથી તેમને તે વિશેનું જ્ઞાન હોતું નથી આમાં નહીંના–મોટા