________________
શતક-૨જુ ઉદ્દેશક-૪
. બીજી રીતે ઇન્દ્રિયના બે ભેદ બતાવ્યા છે. ૧ દ્રવ્યેન્દ્રિય અને ૨ ભાવેન્દ્રિય દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે. નિર્વત્તિ અને ઉપકરણ. ભાવેન્દ્રિયના બે ભેદ છે. લબ્ધિ અને ઉપગ.
. મનુષ્ય જીવનમાં પુત્ર, સ્ત્રીઓ, માતાઓ અને પુત્રીઓ માટે જે પાપ કર્યા હતા, તે પાપે પિતાને એકલાને જ ભેગવવા સિવાય બીજો કેઈ માર્ગ નથી. પૂર્વભવમા અત્યંત કિલષ્ટ કર્મોને લઇને અસુર ગતિને પામેલા પરમાધામિઓ જેઓ સ્વભાવે જ પાપકર્મમા. રત હોય છે અત્યન્ત રૌદસ્વભાવી હોય છે, તેઓ નારકજીને ભયકરમાં ભયકર નીચે પ્રમાણેની વેદનાઓ આપે છે.
પીગળેલા લેઢાના રસને પીવરાવે છે લાલઘૂમ લોઢાની પુતલીઓથી આલિગન કરાવે છે. લેઢાના ઘનથી ટીપે છે અસ્ત્રાથી અવયવોને છેદે છે ધગધગતા ઉકાળેલા તેલથી સ્નાન કરાવે છે કુંભીપાકમાં પકાવે છે લોઢાના સલીયાથી મારે છે. કરવતથી કાપે છે. શરીરને કડાઈમાં નાખીને તળે છે ભઠ્ઠીમાં નાખીને શેકે છે.
સિહ, વાઘ, દીપડા, કુતરા, શિયાળ, સર્પ, નોલિયા આદિ જનાવરો પાસે ખવરાવે છે.
ઉપર પ્રમાણેની નારકીય વેદનાઓને આ જીવે અનેકવાર અને અનંતીવાર ભોગવી છે.