________________
૧૪૦]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ
ઇન્દ્રિય પાંચ કહી છે સ્પર્શ, રસ, ઘાણ, શ્રોત્ર અને ચક્ષુ. આ અધિકાર પ્રજ્ઞાપના સૂત્રમાં છે. અશુભ હોય છે. ગધાતા હોય છે, ભયાનક હોય છે અને બીભત્સ હોય છે.
પહેલી ભૂમિમાં તીવ્ર ઉષ્ણ વેદના હોય છે, બીજીમાં તીવ્રતર અને ત્રીજીમાં તીવ્રતમ ઉષ્ણવેદના ભોગવવાની હોય છે. ચોથીમાં ઘણાઓને ઉષ્ણુ અને ચેડાઓને શત વેદના હોય છે. પાંચમીમાં ઘણાઓને શત અને ચેડાઓને ઉષ્ણવેદના હોય છે. છઠ્ઠીમાં શીતવેદના અને સાતમીમાં અત્યન્ત શીતવેદના હોય છે.
વૈક્રિય શરીર હોવાથી તેમની વિક્રિયાઓ પણ અશુભ જે હોય છે. સુખને માટે કરાતી વિક્રિયા દ્યરાતિર દુખદાયી બની જાય છે.
મનુષ્ય અવતારમાં દુબુદ્ધિવશ, સ્વાર્થવશ, પુત્ર પરિવાર પ્રત્યે મોહવશ ઘણી જાતના આર સમાર કર્યા છે. પરિગ્રહની માયાજાળમા હજારો લાખો પ્રકારે ખોટા વ્યાપાર, ખોટા તેલ માપ, વ્યાજના ગોટાળા, ભાવના વધારા, સેળભેળના પાપ, તથા ઘણું જીવોની હત્યા, જૂઠ, પ્રપ ચ, પરસ્ત્રીગમન આદિ અનેક પ્રકારના દુકૃત્યો કરીને અસંખ્ય છ સાથે વૈર વિધ, મારપીટ ઝઘડા આદિ કર્યા છે એ બધા પાપના પિટલ લઈને નરકભૂમિમાં ઉત્પન્ન થયેલ છવ વિર્ભાગજ્ઞાનધારા ચારે બાજુના નારકોને વેરી તરીકે જ જુએ છે. અને પિતાના વૈરને યાદ કરીને એ નારક
જી આપસમાં પિતાના આયુષ્યકર્મ પર્યન્ત ભાલા, તલવાર, -બરછી, મુગલ, સાંબેલું, બાણ, શકિત, લાકડી, ગોફણ વગેરે શોથી લડતાં જ રહે છે. લોહીલુહાણ થાય છે. માંસ, હાડકા બહાર નિકળે ત્યાંસુધી લડતા જ રહે છે. ત્યાં તેમને કઈ છેડાવનાર નથી.