________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
શક્તિ અને વિકાસ શક્તિ. આ બે શક્તિઓને પ્રતાપે જ આત્મા એક ન્હાનામાં ન્હાના કુંથુઆના શરીરમાં રહી શકે છે અને મોટામાં મોટા હાથીના શરીરમાં રહે છે. બકે માધ્યસ્થ ભાવથી પરિપૂર્ણ, પ્રતિક્ષણે પારકાનું હિત સધાય તેવા પ્રયત્નોમાં સજા રહેનારા અને હિસા, જૂઠ, ચૌર્ય, મૈથુન તથા પરિગ્રહના કારણે દુખી બનેલા જગતને અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને સંતેષ ધર્મને આપીને તેમનું જે પ્રમાણે હિત. સધાય તેવી જ ભાવનાવાલા હોય છે. તેથી જ મહાવીર સ્વામી પિતાની માતાને દુઃખ ન થાય તે માટે કુક્ષિમાં સ્થિર થઈ ગયા હતા.
મોટાભાઈનું સ્વમાન ન ઘવાય તે માટે દીક્ષા લેતા પહેલાં તેમની -આજ્ઞા શિરોધાર્ય કરી અને દીક્ષા લીધા પછી પણ તે દરિક -બ્રાહ્મણનું દુઃખ ન જોઈ શકવાના કારણે પિતાનું અર્ધવસ્ત્ર તેને -આપી દીધું પંચમ નરક ભૂમિને યંગ્ય ચંડકૌશિક પણ દુઃખી ન
બને અને દેવલોક પામે તે માટે ડંખની વેદના સહન કરી. - રાજા-મહારાજા અને શ્રીમતોના હૈયામાં પ્રવેશેલા વ્યભિચાર, દુરાચાર, મદ્યપાન, માસભક્ષણ અને ગુલામીની પ્રથાને નાબુદ કરવાના ઈરાદાથી જ જાણે! ભાવદયાના સાગર ભગવાને ૧૭૫ દિવસના સાહિ ઉપવાસ કર્યો. અરેરે ! મારા નિમિત્તે આ બિચારે સંગમદેવ નરકે જશે ? આમ કરૂણાભાવથી જ જાણે મહાવીર સ્વામીની આખો આંસુઓથી આર્દ બની ગઈ હતી. ' હવે મુનિસુવ્રત સ્વામીની ભાવ દયા જોઈ લઈએ एकस्यापि तुरङ्गमस्थ कमपि - ज्ञात्त्वोपकार सुरश्रेणिभिः सह पष्ट्रियोजनमितामाक्रम्य यः काश्यपीम् । आरामे समवासरद् भृगुपुरस्थैशानदिङ्मण्डने, सः श्रीमान् मयि सुव्रतः प्रकुरुतां कारुण्यसान्द्रे दृशौ ।