________________
૧૩૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ: સમુદ્દઘાત” સાત કહ્યા છે. વેદના સમુઘાત, કષાયસમુદુઘાત, મારણબ્લિક સમુઘાત વૈકિયસમુઘાત, તેજસ સમુદ્યાત, આહારક સમુઘાત અને કેવલિ સમુઘાત. અનાદિકાળના આંતરિક શત્રુઓને જીતનારા “જિનદેવ” કહેવાય છે. પણ જેઓ રાગ, દ્વેષ, મોહવાસનાથી જીતાયેલા હોવાથી ૩૨ હજાર સ્ત્રીઓનાં શૃંગારરસમાં લીન બનેલા અને તેમના સંજોગો શૃંગારમાં મરણ પામનારા છે તથા જેમની પાસે છેલ્લા શ્વાસ સુધી ગદા, ધનુષ્ય, કમડલું, જપમાળા અને સ્ત્રીઓ હેય. તેઓ કેઈ કાળે પણ ભગવાન શબ્દથી વાચ્ય બનતા નથી. કારણકે સ્ત્રી, ગદા આદિ રાગને સૂચવનારા છે અને તે સંસારી આત્મા પાસે જ હોઈ શકે. જે પરમાત્મા પાસે પણ એ પદાર્થોની કલ્પના કરીએ તો તેમનામાં અને સસારી આત્મામાં કંઈ ભેદ રહેતો નથી માટે જ રાગદ્વેષને સમૂળ નાશ કરનાર અને તેમને સૂચવનાર પદાર્થોથી સર્વથા અળગા રહીને આંતરિક શત્રુઓને. જિતનારા જ ભગવાન કહેવાય છે.
ખાણમાથી નીકળેલે હીરે જેમ કાપકુપ કરાઈને છેદાઈ– ઘસાઈને જ્યારે પાણીદાર અને ચમકદાર બને છે, તેવી રીતે આત્મા પણ અનાદિકાળના કર્મમેલને લઈને ઘોરાતિઘોર પરિષહો અને ઉપસર્ગો સહન કરીને જ્યારે સંપૂર્ણ કર્મરૂપી મેલને ધોઈ નાખે છે ત્યારે જ તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે આવા કેવળજ્ઞાનીજ ભગવાન હોઈ શકે છે.
સર્વ કાનાતીતિ રસર્વ–આ વ્યુત્પત્તિથી જેઓ કેવળજ્ઞાનના માધ્યમથી ત્રણે લેકમાં રહેનારા સ પૂર્ણ જીવોનાં તથા અનંતાનંત પુદ્ગલનાં ત્રણે કાળમા થનારા, થતાં અને થયેલા પરિવર્તનોને જાણી શકે છે અને પદાર્થ માત્રના યથાર્થ સ્વરૂપ,