________________
શતક–૨ જું ઉદ્દેશક–૧]
[૧૨૯
છતાં પણ હજુ મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય અને પુરુષાકારપુરુષાર્થ છે. માટે ભગવાનની આજ્ઞા લઈ હું અનશન કરું, શરીરને સિરાવું.”
હૃવારે તેઓ ભગવાન પાસે જાય છે. ભગવાન પોતે જ તેમને સંકલ્પ કહી દે છે, ને અનશનની આજ્ઞા આપે છે. તેઓ વિપુલ પર્વત ઉપર ગયા. અને એક શિલાપટુંક ઉપર ડાભને સથારી પાથરી, પૂર્વ દિશા તરફ મુખ રાખી, પર્યકાસને બેસી, દશે નખ સહિત બંને હાથને ભેગા કરી. માથા સાથે અડાડી, ભગવાનને નમસ્કાર કર્યો એમ વાંદી, નમી, મહાવ્રતનો પુનરુચ્ચારણ કરી–ચારે આહારને ત્યાગ કર્યો. તેઓ ઝાડની માર્ક સ્થિર થયા.
તેઓએ એક મહિનાની સંલેખના કરી, આલેચના અને પ્રતિક્રમણ કરી, સમાધિપૂર્વક કાલધર્મને પામ્યા
તેમની પાસે વિપુલ પર્વત ઉપર રહેલા સ્થવિરાએ &દક અણગારને કાલધર્મ પામેલા જોઈ કાત્સગ કર્યો. એમના વર્લ્સ અને પાત્રો લઈ લીધા અને વિપુલ પર્વતથી નીચે ઉતરી શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. ત્યાં આવીને ભગવાનને સ્કંદક અણગારના કાલધર્મ પામ્યાના સમાચાર આપ્યા અને તેમના ઉપકરણો, વ તથા પાત્ર આપ્યા.
ગૌતમ સ્વામીએ ભગવાનને વાંદીને પૂછયું કે–ભગવન! આપના શિષ્ય સ્કંદક અણગાર કાલ કરી ક્યાં ગયા?
ભગવાને કહ્યું, “તેઓ અચુતકલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં બાવીશ સાગરોપમનું આયુષ્ય ભેગવી ભવને