________________
૧૨૬]
[ભગવતીસૂત્ર સારસ ગ્રહ
શ્રદ્ધા રાખું છું, પ્રીતિ રાખુ છું, નિગ્રન્થ પ્રવચનના સ્વીકાર કરૂ છું. આપે જે કહ્યુ તે સત્ય છે,સંદેહ વિનાનુ છે.
પછી ભગવાનને વંદન કરી તે ત્યાંથી ઈશાન ખૂણામાં ગયેા. ત્યાં જઈ પેાતાના ત્રિવ્રુ', કુંડિકા અને વસ્રા વગેરે તમામ વસ્તુએ એકાન્તમા મૂકી. પછી ભગવાન પાસે આવી ત્રણ પ્રદક્ષિણા દઈ ભગવાનને નિવેદન કર્યું કે—
“ભગવન, ઘડપણ અને મૃત્યુના દુઃખથી આ સંસાર સળગેલા લાગે છે. મળતા ઘરમાંથી હલકે કે ભારે—જેવો હાથ આવ્યે તેવો સામાન માણસ ભવિષ્યના હિતને માટે કાઢે છે તેમ મારો આત્મા પરલેાકમાં હિતકર થાય, એટલા માટે આ સંસારના અનેક પ્રકારના રોગો, જીવલેણુ દરદ, અને પરિષદ્ધ ઉપસર્ગાના નુકસાનથી બચાવી લેવા ચાહુ છુ. માટે હું' ચાહું કે—આપની પાસે હું પ્રત્રજિત થાઉં, મુક્તિ થાઉં, ક્રિયાઓને શીખું, સૂત્ર અને તેના અર્ધાં ભણું, આપ કૃપા કરીને આચાર, વિનય, વિનયનું ફળ, ચારિત્ર, પિંડવિશુદ્ધાદિ કરણ, સંયમયાત્રા અને સંયમના નિર્વાહક આહારના નિરૂપણને પ્રકાશે, એવા ધર્મને કહે.”
મહાવીરે પાતે દકને દીક્ષિત કર્યાં, અને ધમ પ્રકાશ્યા, પછી સ્કંદક ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે–ઉત્તમ ચારિત્ર પાળવા લાગ્યા. અને સ્થવિરેની સાથે વિચરવા લાગ્યા. અને એ સ્થવિરા પાસે તેમણે અગ્યાર અગાના અભ્યાસ કર્યાં.
આ પછી સ્ક ંદક અણુગારે પેાતાનું જીવન એક પછી એક જુદી જુદી તપસ્યા કરવામાં વ્યતીત કર્યું છે. ભગવતી સૂત્રમા આ તપસ્યાએનુ વિસ્તારથી વર્ણન છે. અહિ સંક્ષેપથી” કહીએ.