________________
શતક-જુ ઉદ્દેશક-૧]
[૧૨૧ - સ્કંદ-તાપસને નજીક આવેલા જાણી, ગૌતમ આસનથી ઉભા થાય છે. તેની હામે જાય છે, અને સ્કંદકની પાસે આવી ગૌતમ ઔદક પરિવ્રાજકને કહે છે
“હે સ્કંદક! તમારું સ્વાગત કરું છું. તમને સુસ્વાગત છે. પધારે, ભલે પધાર્યા
એ પ્રમાણે સમ્માન કરી ગૌતમે કહ્યું.
શું પિગલક નામના નિર્ગથે તમને લેક વગેરે સબધી પ્રશ્નો પૂછયા હતા ને? (અહિ જેવી રીતે પ્રશ્નો પૂછયા હતા. તેવી જ રીતે ગૌતમે પૂછયું છે.) અને તે પ્રશ્નોથી મુંઝાઈને તમે અહિં શીધ્ર આવ્યા સ્કંદ ! કહો વાર, આ વાત સાચી છે કે કેમ?”
સ્ક દકે “હા” કહી અને ગૌતમને પૂછયું કે-“ગૌતમ, એવા પ્રકારના જ્ઞાની અને તપસ્વી કેણ છે, કે જેમણે મારી આ ગુપ્ત વાત તમને શીઘ્ર કહી દીધી ?”
ગૌતમ-સ્ક દકI એ મારા ધર્મગુરુ, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીર સ્વામી છે.
સ્ક કે તે પછી ભગવાન મહાવીર સ્વામી પાસે જવાની ઈચ્છા પ્રકટ કરી. સ્કદક મહાવીર સ્વામી પાસે આવ્યો. તે ભગવાન મહાવીર સ્વામીના અકૃત્રિમ મનહર શરીરને જોઈ હર્ષ પામ્યો તેમણે ભગવાનને ત્રણ વાર પ્રદક્ષિણા કરી અને તેમની પર્યપાસના કરવા લાગ્યો
ભગવાન મહાવીરે “કુંદક” ? એમ સ બોધન કરીને શ્રાવતી નગરીમાં પિગલક નિર્ગથે પૂછેલા પ્રશ્નો સંબંધીની