________________
૧૨૦
ભિગવતીસૂત્ર સારસંગ્રહ જાઉ, વાંદુ, નમસ્કાર કરું અને સત્કાર, સમાનપૂર્વક એમની ' મકુંપાસના કરીને આ બધા પ્રશ્નોના ખુલાસા મેળવું. . તે પરિવ્રાજકના મઠમાં ગયે અને ત્યાંથી ત્રિદંડ, કુંડી, રુદ્રાક્ષની માળા, માટીનું વાસણ, આસન, વાસણોને સાફસુફ રાખવાને કપડાનો ટુકડે, ત્રિગડી, અંકુશક વટી, ગણપત્રિકા (એક પ્રકારનું કલાઈનું ઘરેણું), છત્ર, પગમાં પાવડી અને ગેરુથી રંગેલાં વસ્ત્ર-આટલી વસ્તુઓ લઈને નીકળ્યો. તે શ્રાવસ્તીની વચ્ચે થઈને નીકળ્યા અને કૃતંગલા નગરીની જે તરફ છત્ર પલાશક ચૈત્ય છે, કે જ્યાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, ત્યાં જવા નિકળે.
બીજી તરફ ભગવાન મહાવીરે ગૌતમને સંબધી કહ્યું – “ગૌતમ! તું આજ તારા પૂર્વના સંબંધીને જોઈશ." - ગૌતમ-કેને જોઈશ! ; મહાવીર–સ્કંદ નામના તાપસને જોઈશ. - ગૌતમ-ક્યારે, કેવી રીતે, અને કેટલા સમયે જોઈશ?
ન મહાવીર-તે પરિવ્રાજકે આ તરફ આવવા સંકલ્પ કર્યો છે અને લગભગ નજીક જ આવી પહોંચે છે. તેમને તું આજેજ જોઈશ. ' : - -ગૌતમ–ભગવન! શું તે કાત્યાયન ગોત્રીય સ્કંદક તાપસ આપની પાસે મુંડ થઈને અણગારપણું લેવાને શક્ત છે ? *. મહાવીર-હા, તે અણગારપણુ લેવાને શક્તિ છે આ વાત થતી હતી, એટલામાં તે તે સ્કંદક તાપસ તે ઠેકાણે આવી પહોંચે છે. . . . .