________________
રાજશ્રી વિદ્યાવિજયજી મ. એક હતા. તેઓશ્રી સામાજિક જીવનના
અજોડ રસિયા હતાં તેવી રીતે આગમજ્ઞાનમાં પણ પૂરેપૂરા મસ્ત હતાં. - જ્યારે એકાકી બેસતાં ત્યારે મોતીઓની જેમ આગમીય સૂકતો જ તેમની જીભ ઉપર ચમકતા રહેતા હતાં શુદ્ધ, સાત્ત્વિક તથા ખુલ્લી કિતાબ જેવું તેમનું નિર્મળ જીવન હતુ , તેમજ આડઅર વિનાના ક્રિયાકાંડમાં તેઓ પૂર્ણ કરતા હતા. તેથી જ ભગવતી સૂત્ર પર પિતાની કલમ ચલાવી શકયા છે
પૂજ્ય ગુરુદેવના ચરણોમાં મારૂ બાહ્ય અને આભ્યન્તર જીવન ઘડાયું છે. મારા પઠન-પાઠનમા તેઓ શ્રી પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે પણ સહકારી હતા. તેથી જ ગુરુચરણમાં રહીને મારા જેવો સર્વથા અબુધ માણસ પણ જૈન વાડ્મયને થોડે ઘણે અંશે પણ સ્પશી શક્યો છે. ફળસ્વરૂપે ગુરુજીની હૈયાતીમાં જ ચાતુર્માસના વ્યાખ્યામાં ભગવતીસૂત્ર વાંચવા માટે ભાગ્યશાલી બની શક હતો. પછી તે ભોપાલ, - દહેગામ, મહુધા, સાદડી બાલી અને પૂનાના ચાતુર્માસમાં પણ ચતુર્વિધ સંઘ સમક્ષ ભગવતી સૂત્ર પર બેસવા માટે અવસર મળતા રહ્યો છે.
. આવી સ્થિતિમાં પણ મારા અન્તર્હદયમા ભગવતીસૂત્રના યોગદહન કરવાની ઉત્કટ ભાવના હતી જ અને છેવટે મુંબઈ પાયધુની - નેમિનાથના ઉપાશ્રયે પરમપૂજ્ય શાતસ્વભાવી. જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. અને જૈનાચાર્ય શ્રી વિજય સુબોધચન્દ્રસૂરીશ્વરજી મ. (તે સમયે પન્યાસ હતાં)ની ચરણ નિશ્રામાં ગેદ્વહન નિર્વિને પૂરા થયા અને તા. ૨૪-૧૧-૭૧ના દિવસે પંન્યાસ પદની પ્રાપ્તિ થઈ - 1 : , ,
મોડે મોડે પણ થઈ ગયેલા યોગોહન માટે મને અપૂર્વ આનન્દ હત. દ્રવ્ય અને ભાવથી મારા જેવા પ્રમાદીને યોગોદહન કરાવનાર બંને આચાર્ય ભગવ તેને ઉપકાર મારા પર અમિટ છે. . .