________________
(૧૨)
' ; મૂળસૂત્ર અને ટીકા પર પંડિતરાજ બેચરદાસભાઈને પરિશ્રમ સર્વશ્રેષ્ઠ, સર્વગ્રાહ્ય અને સર્વાગીણ સુન્દર છે. આટલે બધા પરિશ્રમ પંડિતજીને છેડીને બીજાને માટે લગભગ અશક્ય છે. આપણી બુદ્ધિ ઉપર યદિ સમ્યગશ્રુતનો પડછાયો પડ્યો હશે તે તેમની આગમ ભક્તિ ઉપર આપણે ફીદા થયા વિના ન રહી શકીએ -
પંડિતરતના સર્જનહાર
આ બધાએ સર્વશ્રેષ્ઠ પડિતને મૂળમાંથી જ તૈયાર કરવામાં રાઅવિશારદ જૈનાચાર્ય નવયુગ પ્રવર્તક શ્રી ૧૦૦૮ શ્રી વિજયધર્મ
સૂરીશ્વરજી મ. સા.ની માનસિક, વાચિકી અને કાયિકી વૃત્તિ તથા - પ્રવૃત્તિ મુખ્ય કારણરૂપે છે.
- ભારતદેશને જગને જમાને જ્યારે અસ્તાચલ પર હતો ત્યારે સરસારભરમાં પાશ્ચાત્યદેશના પડિત, વિદ્વાને અને સ્કેનરનેટ ઉદયકાળ હતું. તે સમયે જ જૈનશાસનની, જૈન વાત્મયની સેવા કરવાને અપૂર્વ સ્ત્ર કલ્પ, પુરુષાર્થ પૂ દાદાગુરૂજીએ આદર્યો હતે જેમાં બનારસમાં સ્થાપિત સંસ્કૃત પાઠશાળા પ્રધાન હતી. દેશ સમાજ અને ધાર્મિક જીવનના ઉત્થાનમાં સુગ્ય પંડિત અને શ્રેષ્ઠતમ સાહિત્યની રચના જ શ્રેષ્ઠ છે અને મુખ્ય છે. આ બને ભગીરથ કાર્યો માટે પૂજ્યપાદ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.નું પુણ્યપવિત્ર શરીર, મન અને આત્માની ત્રિપુટી પૂરેપૂરી કામે લાગીને સમાજને સારામાં સારા પતિને આપ્યા છે જેમાંના એક બેચરદાસ પડિત છે.
આ પ્રમાણે જૈનશાસન, જૈનાગમ અને જૈન સમાજની અપૂર્વ - સેવા કરનાર વિજયધર્મસૂરીશ્વરજી મ.ને જૈન સમાજને કઈ પણ સમ્યફવધારી ભાગ્યશાલી ભૂલી શકે તેમ નથી. તે પૂજ્યશ્રીના દિગગજ વિદ્વાન સાધુશિષ્યમાં મારા ગુરૂદેવ,શાસનદીપક સ્વ મુનિ