________________
[૧૦૫
શતક-૧ લું ઉદ્દેશક–૯] એક આયુષ્ય કરે છે. આ ભવનું આયુષ્ય કરે છે. તે સમયે પરભવનું આયુષ્ય નથી કરતે. અને જે સમયે પરભવનું આયુષ્ય કરે છે, તે સમયે આ ભવનું આયુષ્ય નથી કરતો.
આમાં વાત એ છે કે...એકજ જીવ એકજ સમયમાં બે આયુષ્ય ન કરે. બાકી બે જીવ બે આયુષ્ય કરે, અથવા એક જીવ જુદા જુદા સમયમા બે આયુષ્ય કરે એમાં તે સંદેહ હિોઈ જ ન શકે. કાલાસ્યવેષિપુત્ર
- શ્રીકાલાસ્યવેષિપુત્ર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના વંશમાં થયેલા અણગાર હતા. તેઓ એક વખત વિચરતા વિચરતા ભગવાન મહાવીરના સ્થવિરે જ્યાં વિચરતા હતા, ત્યાં આવ્યા. બને મળ્યા. કાલાસ્યપિપુત્રે આ સ્થવિરેને કહ્યું. બ્લમે સામાયિક જાણતા નથી, સામાયિકનો અર્થ જાણતા નથી. આવી જ રીતે સંયમ, સંવર, વિવેક અને વ્યુત્સર્ગને જાણતા નથી. કે તેના અર્થોને પણ જાણતા નથી.
વિરોએ કહ્યું કે-“અમે બરાબર જાણીએ છીએ કાલાસ્યવેષિપુત્ર–જે તમે સામાયિકાદિ અને તેના અર્થો તે જાણે છે, તે બતાવે કે–સામાયિકાદિ શું છે? અને તેના અર્થો શા છે ?
જવાબમાં સ્થવિરેએ જણાવ્યું કે–અમારે આત્મા એ સામાયિક છે. એજ સામાયિકને અર્થ છે. એજ પચ્ચખાણું છે. તે પચ્ચકખાણને અર્થ છે, યાવત્ એજ સંયમ, એજ સંવર, એજ વિવેક અને એજ વ્યુત્સર્ગ અને તેના અર્થો છે.