________________
૧૦૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
બધા અગુરુલઘુ છે. કાયાગ ગુરુલઘુ છે. કાળ-ભૂત, ભવિષ્ય અને વર્તમાન–સર્વકાળ અગુરુ લઘુ છે.
-
પરિવ-જ્યાં ને ત્યાં પારકાના ગુણ–દપ બોલવા, ઘણા માણસોની સમક્ષ બીજાના દોષોનું ઉદ્ઘાટન કરવું. તેમના માટે બીભત્સ, ગંદા તથા અસભ્ય વચન બેલવા વગેરે આ પાપને લીધે થાય છે.
માસૃિાવાઆ પાપસ્થાનકમાં મન અને વચનનું મિશ્રણ હોવાથી અત્યન્ત ખતરનાક તેમજ દુસ્યાજ્ય આ પાપ છે માયાકપ–ધૂર્તતા-શઠતા–પરવંચકતા–આદિ માનસિક પાપોને વશ થઈને સફાઈપૂર્વક-લુચ્ચાઈપૂર્વક વ્યંગમાં–મશ્કરીમાં બોલવું તથા તેવા પ્રકારને વ્યવહાર કરે, તે આ પાપના કારણે જ થાય છે જ્યાં સાવ સીધી-સાદી વાત હોય, કામ સરળતાથી પતી જાય તેવું હોય યાં ફૂટનીતિજ્ઞ (Political) બનવું અથવા દામિકતાથી ભાષાવ્યવહાર કરવો, આ પણ માયા–મૃષાવાદ જ છે.
મિથ્યાત્વ-ઉપરનાં બધાએ પાપોને ભડકાવનાર-વધારનાર આ પાપ છે, જેને લઈને અહિંસામાં હિંસાનું આરોપણ, સત્યમાં અસત્યનું સ્થાપન, અરિહંત દેવમાં અદેવ બુદ્ધિ, ધર્મમાં અધર્મ બુદ્ધિ, તેમજ પચ મહાવ્રતધારી ગુરુમાં મલિન બુદ્ધિ આદિ માનસિક વિકારે આ પાપને લઈને થાય છે જેને લઈને માણસ માત્ર પાપ તરફ પ્રયાણ કરે છે. તે માટે જગત ગુરુ
ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે કે આ અઢાર પાપોથી આત્મા - ભારી બને છે. સંસારમાં રખડે છે અને ઘણા ભવ સુધી યમતેને માર ખાય છે. '
' , માટે આત્મ–કલ્યાણના અભિલાપુએ સૌ પ્રથમ આ પાપમાંથી મુક્તિ મેળવવા માટે જ પ્રયત્ન કર.