________________
૯૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ
વીર્ય વિચાર
અહિં એક બીજો પ્રશ્ન પણ વિચારવા જેવો છે. બે પુરુ છે. સરખી ચામડી, સરખી ઉમર, સરખું દ્રવ્ય, અને સરખા જ ઉપકરણ–હથિયાર વગેરે. આ બે પુરુષમાં લડાઈ થાય એમાં એક જીતે છે ને એક હારે છે, એનું શું કારણ? જવાબ એ છે કે–જે વીર્યવાળે હોય તે જીતે છે અને વીર્ય વિનાનો હારે છે અર્થાતુ-જે પુરુષે વીર્ય રહિત કર્મો નથી બાંધ્યા, નથી સ્પર્યા–નથી પ્રાપ્ત કર્યા, અને તે કર્મો ઉદીર્ણ નથી, પણ ઉપશાંત છે, તે પુરુષ જીતે છે. અને જે પુરુષે વીર્ય રહિત કર્મ બાંધ્યા છે, સ્પર્યા છે, તે કર્મો ઉદયમાં
આવેલા છે, પણ ઉપશાંત નથી, તે પુરુષ પરાજય પામે છે - જી વીર્યવાળા પણ છે ને વીર્ય વિનાના પણ છે, કારણ કે જી બે પ્રકારના કહ્યા છે : સંસાર સમાપક અને અસ સાર સમાપન્નક. જે જીવે અસંસાર સમાપન્નક છે, તે સિદ્ધો છે અને તેઓ વીર્ય રહિત છે. જે જીવે સંસાર સમાપન્નક છે, તે બે પ્રકારના છે. શિલેશી પ્રતિપન્ન અને અશલેશી પ્રતિપન્ન, તેમાં જે શિલેશી પ્રતિપન્ન છે, તે લબ્ધિવીર્યવડે સવીર્ય છે અને કરણવીર્યવડે અવીર્ય છે અશેલેશી પ્રતિપન્ન જીવો લબ્ધિવીર્ય વડે સવિર્ય હોય છે અને કરણવીર્યવડે સવીર્ય અને અવીર્ય પણ હોય છે.
નરયિકે લબ્ધિવીર્યવડે સવર્ય અને કરણવીર્યવડે વીર્ય પણ છે અને અવીર્ય પણ છે. એનું કારણ છે કે જે નરયિકને ઉત્થાન, કર્મ, બેલ, વીર્ય અને પુરુષાકાર પરાક્રમ છે. તે નરયિકે લબ્ધિવીર્યવડે અને કરણવીર્ય વડે પણ સનીય છે. તથા