________________
શતક–૧ લું ઉદ્દેશક-૮]
આવી જ રીતે એકાન્ત પંડિતથી સાધુ જ લેવાને છે. સર્વથા પ્રાણાતિપાતાદિને ત્યાગી, સર્વ વિરત સાધું, તે એકાંત પંડિત છે. અને બાલ પંડિત એટલે શ્રાવક. જેણે સ્થૂલથી હિંસાદિ પાપારને ત્યાગ કર્યો છે તે.
આવા એકાન્તબાલ, એકાન્ત પંડિત અને બાલમંતિના આયુષ્ય સંબંધી જણાવવામાં આવ્યું છે કે –
એકાન્ત બાલ મનુષ્ય નરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવ નામે તે આયુષ્ય બાંધી શકે અને તે તે આયુષ્ય બાંધીને તે તે ગતિમાં જાય છે.
પિતાના કુકર્મો–ચેષ્ટાઓ આદિ ઉપર અકુશ ન મૂકી શકે, તેઓ કેઈ કાળે પિતાના સંતાન પ્રત્યે અહિંસક બની શકે તેમ નથી. તે શુ સસારના છ પ્રત્યે અહિ સકભાવ–મૈત્રીભાવ કે સમભાવ રાખી શકશે ? એ પણ એક પ્રકારની આત્મવંચના જ છે.
પૂર્વભવમાં મહાપાપકર્મી જીવાત્માઓ જેમણે અત્યન્ત કિલષ્ટભાવે તીવ્ર રસવાલા કર્મો બાંધ્યા છે, તેવા ગર્ભમાંથી બહાર આવતાં વેદનાને ભોગવતા જ આવે છે તેમને પાપકર્મોને વધારે પડતે ઉદય હોવાથી તે જીવો કરૂપા, ખરાબ વર્ણવાળા, દુર્ગધ શરીરવાળા, ખરાબ રસવાળા, ખરાબ સ્પર્શવાળા, અનિષ્ટ, અકાત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ હીન, સ્વરવાળા, દીનસ્વરવાળા, અનિક અને અકાતસ્વરવાળા તથા અનાદેય નામકર્મના સ્વામી હોવાથી તેમને મનુષ્ય અવતાર અત્યન્ત હાડમારિઓને ભેગવવા માટે જ હોય છે * પૂર્વભવમાં આચરેલી અનેક જીવો પ્રત્યેની હિંસા વૈર–
વિધચેરી–મથુન અને પરિગ્રહ આદિ પાપોથી ભારી બનેલે આ જીવ