________________
૮૨]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ તે નાડીને માતાની નાભિ સાથે સંબંધ હોય છે. તેથી તે વાટે ગર્ભને જીવ એજને ગ્રહણ કરે છે અને તેનાથી જ જ્યાં સુધી જમે ત્યાંસુધી વૃદ્ધિ પામે છે.
નવ માસ વીત્યા પછી, કે નવ માસ પૂરા થયા પહેલાં તે ગર્ભવતી સ્ત્રી ચાર જાતમાના એક જાતના જીવને પ્રસેવે છે. પુત્રીરૂપે પુત્રીને પ્રસવે છે, પુત્રરૂપે પુત્રને પ્રસવે છે, નપુંસકરૂપે નપુંસકને પ્રસેવે છે અને બિબરૂપે બિંબને પ્રસવે છે.
વીર્ય ઓછું હોયને એજ વધારે હોય ત્યારે પુત્રી ઉત્પન્ન થાય છે, વીર્ય વધારે ને એજ ઓછું હોય, તો પુત્ર ઉત્પન્ન થાય છે. એજ અને વીર્ય અને સરખા હોય, ત્યારે નપુંસક થાય છે અને જ્યારે સ્ત્રીના એજને (ઋતુવતી સ્ત્રીને) સંગ થાય, ત્યારે માત્ર કેઈ પણ જાતના આકાર વિનાને માંસપિડ (બિંબ) ઉત્પન્ન થાય છે. - કેઈ મહાપાપી જીવ વધારેમાં વધારે બાર વર્ષ સુધી ગર્ભવાસમાં રહે છે.
આ શરીરમાં અનુક્રમે અઢાર પાઠકરંડિકાની સંધિઓ છે. બાર પાંસળીનો કરે છે. છ છ પાંસળીને એક એક કડાહ છે. એક તરફ છ પાંસળી ને બીજી તરફ છે. એક વેંતની કુખ છે. ચાર આંગળીની ગ્રીવા–ડેક છે. વજનમાં ચાર પલની જીભ છે. બે પલની આંખો છે. ચાર પલના કપાળવાળું માથું છે. બત્રીસ દાત છે, સાત આંગળીની જીભ છે, સાડાત્રણ પલનું હૃદય છે. પચ્ચીસ પલનું કાળજુ છે.
આ શરીરમાં બે અંત્ર (આંતરડા) અને પાંચ વાગે છે. તે આ પ્રમાણે એક સ્કૂલ અત્ર અને બીજે સૂક્રમ અંત્ર.