________________
શતક-૧ હું ઉદ્દેશક-૭]
[૧
જીવ વધારેમાં વધારે ગર્ભાવાસમાં બાર વર્ષ સુધી રહે છે. સ્ત્રીની જમણું કુખે પુત્ર ઉત્પન્ન થાય છે ડાબી કુખે પુત્રી ઉત્પન્ન થાય છે. ડાબુ અને જમણું—એ બનેની વચ્ચે નપુંસક પેદા થાય છે.
તિયામાં વધારેમાં વધારે જીવ ગર્ભાવાસમાં આઠ વર્ષ સુધી રહે છે. - જ્યારે માતા-પિતાને સંગ થાય છે, ત્યારે પહેલી વખતે જીવ માતાનુ લેહી અને પિતાનુ વીર્ય–તે બેથી મિશ્રિત થએલ ધૃણા ઉપજે તે મલીન પદાર્થ ખાય છે. તેને ખાઈને ગર્ભપણે ઉત્પન્ન થાય છે. ત્યારબાદ સાત દિવસે તે ગર્ભ કલરૂપે થાય છે બીજા સાત દિવસે તે ગર્ભ પરપોટા જેવા થાય છે. પછી તે પરપોટાની પેશી બને છે. પછી તે કઠણ પેશી જે થાય છે. પહેલે મહીને ગર્ભનુ વજન એક કર્ષ ઉણું એક પલ થાય છે. (સેળ માસાને એક કર્ષ અને ચાર કર્ષનો એક પલ થાય છે.) બીજે માસે કઠણ પેશી જે થાય છે ત્રીજે માસે માતાને દેહદ (દેહલા) ઉત્પન્ન કરે છે. ચેાથે માસે માતાના અંગોને પુષ્ટ કરે છે. પાચમે માસે તે પેશીમાંથી પાંચ અંકુર ફૂટે છે. બે પગના બે, બે હાથના બે અને માથાને એક છ મહિને પિત્ત અને શેણિત ઉપજે છે. સાતમે મહિને સાતસે નસે, પાંચસો માંસ પેશીઓ, બેટી નવ ધમણીઓ, નાડીઓ અને દાઢી તથા માંસ સિવાય નવાણું લાખ રમકૃપને ઉપજાવે છે. આઠમે માસે તે પૂરેપૂરાં અંગવાળે બને છે.
આ ગર્ભને ફળના ડીટિયા જેવી, કમળને નાળ જેવા ઘાટવાળી નાભિ ઉપર રસ હરણ નામની નાડી હોય છે અને