________________
[૭૯
શતક–૧ લું ઉદ્દેશક-૭]
ગર્ભમાં ગએલા જીવ, માતા દુઃખી હોય તે દુઃખી અને સુખી હોય તે સુખી હોય છે.
જે ગર્ભ પ્રસવ સમટે માથા દ્વારા કે પગદ્વારા આવે. તો સરખી રીતે આવે છે, જે આડે થઈને બહાર આવે તે મરણ પામે, કદાચિત્ જીવતો આવે છે અને જીવનાં કર્મો જે અશુભ રીતે બદ્ધ, પૃષ્ટ, નિબત્ત, કૃત, સ્થાપિત, અભિનિવિષ્ટ, અભિસમન્વાગત, સમન્વાગત, ઉદીર્ણ હોય અને ઉપશાંત ન હોય તે તે જીવ કદુરૂપો, દુર્વર્ણવાળા દુર્ગધવાળો, ખરાબ રસવાળો, ખરાબ સ્પર્શવાળ, અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનેત, ખરાબ સ્વરવાળે અને અનાદેય વચનવાળો થાય છે અને કદાચિત તે શુભ કર્મોવાળ જીવ, હોય તે બધુ શુભ પણ હેય. પરન્તુ બનતા સુધી આડે થઈને જીવ જીવતો ન નિકળે.
ગર્ભસંબંધી આ પ્રમાણેનું વર્ણન ભગવતી સૂત્રમાં આ ઉદ્દેશામાં છે. (આ સબંધી થોડુંક વર્ણન બીજા શતકના પાંચમા ઉદ્દેશામાં પણ આવે છે.)
આવી જ રીતે તંદલ આલિય પન્નામાં પણ આ સંબંધી વિસ્તારથી વર્ણન આવે છે ભગવતીનાં સંપાદક અને અનુવાદકે તે પણ આવ્યું છે. અહિં પણ તે વર્ણન ઉપયોગી હોવાથી આપવામાં આવે છે.
જીવ ગર્ભની અંદર ર૭૭ દિવસ અર્થાત્ નવ માસ સાડા સાત દિવસ સુધી રહે છે આટલી સ્થિતિ તે હેવી જ જોઈએ. આથી ઓછા વધારે દિવસ રહે તે સમજવું જોઈએ જોઈએ કે જીવને કઈ ઉપઘાત થયે છે.