________________
૭૮]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ આ આહાર એ જીવના ચામડી, હાડકાં, મજા, વાળ, દાઢી, રૂંવાટા અને નખરૂપે પરિણમે છે, એનું જ કારણ છે કે એ ગર્ભના જીવને વિષ્ટા, મૂત્ર, કલેષ્મા, નાકનો મેલ, વમન કે પિત્તાદિ હોતાં નથી.
ગર્ભમાં ગએલે જીવ સર્વ આત્મવડે આહાર કરે છે ને આત્માવડે જ પરિણમાવે છે. તે આત્મવડે જ ઉવાસનિઃશ્વાસ લે છે.
ગર્ભના જીવને આહાર લેવામાં અને તેને ચય–અપચય કરવામાં બે નાડીઓ કામ કરી રહી છે. એક “માતૃજીવરસહરણ” નામની નાડી છે, તે માતાના જીવ સાથે સંબદ્ધ છે અને પુત્રના જીવને અડકેલી છે. આનાથી પુત્રને જીવ આહાર લે છે અને આહારને પરિણાવે છે. એક બીજી પણ નાડી છે. જે પુત્રના જીવ સાથે સંબદ્ધ છે અને માતાના જીવને અડકેલી છે અનાથી પુત્રને જીવ આહારને ચય અને અપચય કરે છે. આ જ કારણ છે કે પુત્રને જીવ મુખદ્વારા– કેળીયારૂપ આહાર લેવાને શકત નથી.
માતાનાં અંગે ત્રણ છેઃ માસ, શેણિત–લેહી અને માથાનું ભેજુ. પિતાનાં અને ત્રણ છેઃ હાડકાં, મજજા અને કિશ–દાઢી, રેમ, નખ.
આ માતા-પિતાના અંગે સંતાનના શરીરમાં જીવતાં સુધી રહેનારુ શરીરે. જેટલા કાળ સુધી ટકે, તેટલા કાળ સુધી તે રહે છે જ્યારે તે શરીર સમયે સમયે હીન થતું અને છેવટે જ્યારે નષ્ટ થાય છે, ત્યારે પહેલાં માતા-પિતાના અગે પણ નાશ પામે છે.