________________
9૪]
ભિગવતીસૂત્ર સારસંગ્રહ.
નથી. એ શીધ્ર જ નાશ પામે છે. નરયિકની ઉત્પત્તિ
આ ઉદ્દેશકમાં પ્રારંભમાં નારકીના જીવની ઉત્પત્તિ, આહાર, તેનું ઉદ્વર્તન અને પછી વિગ્રહગતિ અને દેવચ્યવન સંબંધી થડાક પ્રશ્નોત્તરે આપી ગર્ભ વિચાર કરવામાં આવ્યા છે. ગર્ભવિચાર અત્યન્ત વિચારણીય અને વિજ્ઞાનની સાથે તેનું મળતાપણું કેટલું છે, એ તે વિષયના વિદ્વાનોએ વિચારવા જેવું છે. આખા ઉદ્દેશકનો સાર આ છે –
નારકીમાં ઉપજતો જીવ સર્વભાગવડે સર્વભાગને આશ્રયીને ઉત્પન્ન થાય છે. તે સર્વભાગવડે એક ભાગને આશ્રીને આહાર કરે છે. અથવા સર્વ ભાગવડે સર્વ ભાગને આશ્રીને આહાર કરે છે. આવી રીતે એ જીવોના ઉદ્વર્તમાન વિષે પણ જાણવાનું છે. - તે પછી જીવની ગતિના સંબંધમાં કહેવામાં આવ્યું છે
કે–જીવ કે જીવે કદાચિત્ વિગ્રહ ગતિને પ્રાપ્ત છે, તો કદાચ અવિગ્રહ ગતિને પ્રાપ્ત છે. આમાં નિરયિકેના સંબંધમાં
જ ૨૧. સમસ્નેહકાય (અપકાય)ના રક્ષણ માટે જ સમધારિઓને તથા પૌષધ અને સામાયિક વ્રતવાળાઓને કાળના સમયે જતા આવતા માથા ઉપર કામળી નાખવાથી આજ્ઞા છે કેમકે જીવમાત્રની રક્ષા કરવી, એજ સ યમધર્મ છે.
તેમજ કાળના સમયમાં ગાન કરેલા પાત્રા વગેરે પણ બહાર રાખવા નહિ. કારણકે ચિક્કાસ હોવાના કારણે જીવહત્યાનો સંભવ છે.