________________
૬૮]
ભગવતીસૂત્ર સારસંગ્રહ , દિશાને સ્પર્શે છે. જે ક્રિયા કરાય છે તે કૃત છે, અને તે આત્મકૃત છે, નહિ કે પરકૃત યા તદુભયકૃત, તે કિયા અનુક્રમપૂર્વક કૃત છે. વળી જે કૃત કિયા કરાય છે અને કરાશે, તે બધીયે અનુક્રમપૂર્વક કૃત છે, પણ અનુક્રમ સિવાય કૃત નથી.
નરયિકે દ્વારા પણ ક્રિયા કરાય છે અને તે નિયમ છએ દિશાઓમાં કરાય છે. આ નિરયિની માસ્ક વૈમાનિક સુધીના બધા જીવોનું જાણવું. માત્ર એકેન્દ્રિયને છોડીને.
આમ પ્રાણાતિપાતની માફક મૃષાવાદ વગેરે અઢારે પાપસ્થાનક વિષે વીસ દંડક કહેવાના છે.* પહેલાં કોણ અને પછી કોણ?
આ બધા પ્રશ્નોત્તર શ્રી ગૌતમસ્વામીને સંબોધીને થયા પછી અહિં ભગવાન મહાવીરદેવના રેહ નામના શિષ્ય પ્રશ્નો કરે છે અને ભગવાન તેને ઉત્તર આપે છે. * સંસારમાં લેક અને અલેક, જીવ અને અજીવ, કાન્ત અને અલકાન્ત એમ બબ્બે વસ્તુઓ છે. આ બેમાં પહેલું
ક ૧૮, પ્રાણાતિપાતાદિક ક્રિયાઓ દ્વારા બંધાતા કર્મો આત્મકૃત જ હોય છે. સંસારમાં આપણે સૌ પ્રત્યક્ષરૂપે જોઈ શકીએ છીએ કે અનંતાનંત શરીરમાં રહેલો જીવાત્મા પણ એકબીજા આત્મ : સર્વથા જૂદ છે. પિતાના જ કરેલા કર્મોને જીવ ભોગવી રહ્યો છે આ અનુભવ જૂઠો કેવી રીતે હોઈ શકશે ? બધા શરીરમાં એક જ આત્મા છે આ મત ગમે તે પંથને હોય ! પરંતુ વ્યવહારે અસત્ય ડરત મત કોઈને પણ સ્વીકાર્ય હોઈ શકે નહિં માટે હિંસા, જૂઠ, ચૌર્ય, અને મૈથુનકર્મોને જે જીવ કરશે તેના પરિણામ-કળે તેજ જીવને ભોગવ્યા વિના છૂટકે નથી.