________________
૫૯
શતક-૧ તું ઉદ્દેશક-૫] હીયમાનક, વર્ધમાન, અનવસ્થિત અને અવસ્થિત
૧૫
નરકાવાસે * આ ઉદ્દેશકમાં પૃથ્વીઓ, તે પૃથ્વીઓમાં નિરયાવાસ, અસુરકુમારે આવાસે, પૃથ્વીકાયિકના આવાસો, પૃથ્વી. વગેરે જીવાવાસમાં દશ સ્થાન, અવગાહના, સંસ્થા, શરીર–સંઘર્ષણ, લેશ્યા, જ્ઞાન વગેરે અસુરકુમારાવાસમાંના સ્થિતિ સ્થાને, પૃથ્વી કાયિકેનાં સ્થિતિસ્થાને, બે ઇન્દ્રિયાદિ પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યના સ્થાનેવડે ભાંગા વગેરેનું વર્ણન છે.
સાર એ છે કે– પૃથ્વીઓ સાત છે, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા અને તમસ્તમ પ્રભા. “રત્નપ્રભા” શાથી કહેવાય છે? રત્નપ્રભા પૃથ્વીમાં ત્રણ કાંડ છે, રત્નકાંડ, જલકાંડ, અને પંક્રાંડ એમાં રત્નકાંડમાં નરકાવાસવાળા સ્થાનને છોડી બીજા સ્થાનમાં ઈન્દ્રનીલાદિ રત્નો છે. તે રત્નની પ્રભા જ્યાં જ્યાં પડે છે, તેનું નામ છે રત્નપ્રભા. બાકીની પૃથ્વીઓમાં પણ નામ પ્રમાણે એમજ સમજવું.
૧૫. આને સાર એટલે જ છે કે સયમ, સવર, બ્રહ્મચર્ય અને અષ્ટ પ્રવચન માતાની આચરણ કેવળજ્ઞાન મેળવવા માટે કારણભૂત બની શકે છે પણ મોક્ષગતિ આપી શકતા નથી કેમકેઅનંત સંસાર રૂપી કારાવાસમાંથી તો કેવળજ્ઞાન થયા પછી જ મેક્ષ મેળવવા માટે જીવ ભાગ્યશાળી બનશે; અને તેને માટે ચરમાવર્તની છેલ્લી ભૂમિકામાં જીવાત્માને પ્રવેશ કરવાની આવશ્યક્ત છે મહાવીરસ્વામી ભગવાન પણ તપશ્ચર્યા, સાધના અને ધ્યાનરૂપી. ભઠ્ઠીમાં કર્મોને ભસ્મીભૂત કરી કેવળજ્ઞાન મેળવીને મેક્ષ પામ્યા છે.