________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ પ્રાણીપણું એટલે વીર્યતા. હવે “બાલને અર્થ એ કરવામાં આવ્યું છે કે- “જે જીવને સમ્યગુઅર્થને બોધ ન હોય, અને સબોધ કારક વિરતિ ન હોય, તે જીવ “બાલ કહેવાય છે. “બાલ” અર્થાત્ મિથ્યાદષ્ટિ જીવ. જે જીવ સર્વપાપને ત્યાગી હોય, તે પંડિત'. એટલે સર્વ વિરતિ હેય તે પંડિત. તેવી જ રીતે અમુક અંશે વિરતિ હોવાથી પંડિત અને અમુક અંશે વિરતિ ન હોવાથી બાળ માટે તે બાલપંડિત. અર્થાત્ દેશવિરતિવાળે કહેવાય છે. , ' હવે ઉપર જે પ્રદેશકર્મ અને અનુભાગ કર્મ કહેવામાં આવ્યું છે, તેને અર્થ આ છે – પ્રદેશ અને અનુભાગને અર્થ
પ્રદેશ એટલે કર્મનાં પુદ્ગલે. જીવના પ્રદેશમાં જે કર્મ પુદ્ગલ ઓતપ્રેત છે, તે પ્રદેશ-કર્મ કહેવાય છે. અને તેજ કર્મપ્રદેશોને અનુભવાતે રસ અને તદુરૂપ જે કર્મ તેનું નામ અનુભાગ કર્મ છે. આ બેમાં પ્રદેશકમનું વેદવું નિશ્ચિત છે. કહેવામાં આવ્યું છે કે આ કર્મપ્રદેશને વિપાક નથી અનુભવાતે, છતાં કર્મ પ્રદેશને નાશ તે નિયમે થાય જ છે. અનુભાગ કર્મ વેદાય પણ છે, અને નથી પણ વેદોતું. .
આગળ પુદ્ગલના સંબંધમાં કહેતાં પુદ્ગલ ભૂતકાળમાં હતાં, વર્તમાનકાળમાં છે અને ભવિષ્યકાળમાં જરૂર રહેશે. અહિં પુગલને અર્થ પરમાણુ કરવામાં આવ્યો છે. ૧૪
ક ૧૪ ભગવાને ફરમાવ્યું કે- ગૌતમ! પુદ્ગલ પરમાણુઓ ત્રણે કાળે શાશ્વત છે, કેમકે જે “સ હોય છે, તે ક્ષેત્ર અને કાળને