________________
શતક-૧ ઉદ્દેશક-૪]
[૪૯ કે-કરેલા પાપકર્મને વેદ્યા વિના–અનુભવ્યા વિના નારક, એ છે કે–ઉચ્ચકૂલમાં જન્મેલા છવને દાનાદિ લબ્ધિઓ સુલભ હોય છે, જ્યારે નીચ ખાનદાનમાં તે લબ્ધિઓને પ્રાય કરીને અભાવ હોય છે. તે કારણે આ કર્મને છેલ્લું મૂક્યું છે.
આ જીવ આઠ પ્રકારે કર્મબંધન કેવી રીતે કરે છે? આના જવાબમાં ભગવાને કરમાવ્યું કે–જ્યારે નાનાવરણીય કર્મને ઉદયકાળ વર્તતો હોય છે, ત્યારે દર્શનાવરણીય કર્મને અનુભાવ પણ નિયામાં હેય છે, અને આના વિપાકે દર્શન મોહનીય કર્મ પણ હોય છે. ત્યારે આ જીવાત્મા આઠ પ્રકારે કર્મ બાંધે છે.
અને તત્ત્વ તરીકે માનવું અને તેને અતત્ત્વ તરીકે માનવું મિથ્યાત્વ જ છે. માટે શાસ્ત્રીય વચન છે કે મોહનીય કર્મના ઉદય કાળમાં તથા ઉદીરણા કાળમાં ઉત્તર કમેં એટલે કે નવા કર્મો બ ધાતા જ હોય છે. જેમ બીજ તત્વ નાશ પામેલું ન હોય તે અકુરાદિની ઉત્પત્તિ દેખાય છે તેવી રીતે મિથ્યાત્વની હાજરીમાં જીવાત્માને અવિરતિ કપાય, પ્રમાદ અને ગ વક્રતા હોવાથી કર્મોનાં અકુર પ્રતિ સમયે ઉત્પન્ન થતાં જ રહે છે “જીવના જેવા અધ્યવસાયે હોય છે તેવા જ પુદગલો કર્મરૂપે પરિણમે છે. અને પુદ્ગલેને જે ઉદય હોય છે, જીવાત્માઓની પરિણતિ પણ તેવી જ હોય છે.”
કેટલા સ્થાનો વડે જ્ઞાનાવરણીયાદિ કર્મો બધાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું છે કે હે ગૌતમ ! રાગ અને દ્વેષ આ બે કારણેથી કર્મ બંધાય છે પ્રીત્યાત્મક રાગ અને અપ્રીત્યાત્મક દેવ યદ્યપિ કેધ, માન, માયા, લોભથી જૂદા નથી. માટે આ ચાર કપામાં રાગ-દ્વેષને સમાવેશ થઈ જાય છે, તથાપિ નયવાદને લઈને આ સમાવેશ કેવા વિચિત્ર પ્રકારે થાય છે, તે જરા