________________
૪૮]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ -
કદાચિત્ બાલપંડિતવીર્યતાથી પણ થાય છે. પંડિત વીર્યતાથી . નથી થતું વળી આ પ્રકરણમાં એ પણ કહેવામાં આવ્યું છે જ્ઞાની પુરુષોને જોઈને દુઃખને જ અનુભવ કરતો હોય છે. જ્યારે પ્રકૃષ્ટ જ્ઞાનનો ઉદય હોય છે, ત્યારે જીવને સુખશાંતિનો અનુભવ થાય છે.
- તથા દશાનાવરણીય કર્મના પ્રબળ ઉદયે જાત્યન્ધતા, બધિરતા, તથા આંખ, કાન, નાક, અને સ્પર્શેન્દ્રિયની કમજોરીને જ્યારે આ જીવ અનુભવ કરે છે ત્યારે પણ બહુ જ દુ:ખને અનુભવી થાય છે, અને તેનાથી વિપરીત પાચે ઈન્દ્રિયની પટુતાને લઈને ' આ જીવને સુખની પ્રાપ્તિ પણ સ્પષ્ટ દેખાય છે. માટે જ આ બન્ને કર્મોની પછી આ વેદનીયકર્મ મૂકવામાં આવ્યું છે. -
ઈન્દ્રિયોને ગમતાં અને નહિ ગમતાં પદાર્થોની પ્રાપ્તિ અને અપ્રાપ્તિમાં સંસારી જીવને રાગ-દ્વેષાદિ થયાં વિના રહેતાં નથી, અને જ્યાં રાગ-દ્વેષ હોય છે, ત્યા મોહનીયકર્મની સત્તા અવશ્યમેવ હોય જ છે. તે કારણે આ કર્મને ચોથા સ્થાને મૂકવામાં આવ્યું છે.
શરાબપાન જેવા આ કર્મને લઈને અત્યન્ત મૂઢ બનેલા જેને આરંભ–સમાર ભ તથા પરિગ્રહ વધારવામાં જ અને તેના ભગવટામાં જ સંપૂર્ણ રસ હોય છે. તેથી તેમને નરકાદિ ગતિઓનું આયુષ્ય કર્મ બંધાવવું અનિવાર્ય છે. માટે જ આયુષ્ય કર્મને પાંચમા સ્થાને મૂકયુ છે અને ત્યાર પછી ગતિ આદિ નામકર્મ પણ આયુષ્ય કર્મને આધીન હોવાથી નામ કર્મને છત્તે સ્થાને મૂકવામાં આવ્યું છે નામ કર્મના ઉદયમાં જ ઊંચ—નીચ ગોત્રથી બલાતે છવ ગોત્ર કર્મને વેદત હોવાથી સાતમે સ્થાને આનું સ્થાન યક્તિ યુક્ત છે. અને ત્યાર પછી આ કરાય કર્મને મૂકવાને આશય