________________
શતક-૧લું ઉદ્દેશક-૪]
[૪૩ છે. અર્થાત્ એવી સમાચાર, કે જેના પ્રવર્તક ગીતાર્થ હોયઅશઠ હેય, અને જે સમાચારી અસાવદ્ય-નિષ્પાપ હોય, તેમજ જેને કોઈએ નિષેધ કર્યો ન હોય, અને જે બહુમત હોય, એવી સમાચાર–પદ્ધતિઓ કંઈ સાધ્ય નથી હોતી પણું સાધન છે, અને સાધના માટે વિરોધ કરે એ તે. અજ્ઞાનતા જ કહેવાય. ૨ કર્મ પ્રકૃતિ
આ ઉદ્દેશકમાં મુખ્ય વિષય કર્મ પ્રકૃતિ સંબંધી છે. અર્થાત્ કર્મ પ્રકૃતિ કેટલી ? મેહનીયકર્મ જ્યારે ઉદયમાં. - આવેલું હોય, ત્યારે જીવ પરલેક ગમન કરે કે કેમ ? કરે તે
શાથી જ આવી જ રીતે પુદગલની ભૂત-વર્તમાન અને ભવિષ્યકાળની વિદ્યમાનતા સંબંધી, તેમ જ છદ્મસ્થ મનુષ્ય સિદ્ધ બુદ્ધ થાય કે કેમ? એ સંબંધી વર્ણન છે. તેને સાર આ છેઃ
કર્મ પ્રકૃતિએ આઠ છે–જેનું વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે;૩ મેહનીય કર્મ જ્યારે ઉદયમાં આવેલું હોય, ત્યારે જીવ ક ૧૨. આ પ્રશ્નોત્તરમાં નિર્ચન્ય શબ્દની સાથે શ્રમણ શબ્દ હોવાના કારણે શ્રમણને અર્થ જૈન સાધુ જ લેવાને છે
ત્યાગ અને વૈરાગ્યથી દીક્ષિત થયેલ સાધુ પણ ગુરુકુળ-વાસ અને સ્વાધ્યાય–બળ પ્રત્યે જે બેદરકાર રહેશે તે તેમને પણ. શંકાઓ ઉત્પન્ન થશે અને ક્રમશ વધશે. અને વધતી શકાશે. સાધકને પુનઃ મિથ્યાત્વ મોહનીય પ્રત્યે ઘસડી જશે
ક ૧૩. કર્મો કેટલા પ્રકારનાં છે ? તે શાથી બધાય ? ક્યા કારણે કર્મો બંધાય તેની કેટલી પ્રકૃતિઓ વેદાય? વગેરે પ્રશ્નો છે