________________
[ભગવતીસૂત્ર સારસંગ્રહ.
ચારિત્ર
આવી જ રીતે ચારિત્રના બે ભેદો : “સામાયિક અને “છેદો પસ્થાપનીયર ઉપર શંકા સમાધાન છે. ચારિત્રના આમ બે ભેદે બતાવવાનું કારણ સાધુઓનું ઋજુ જડત્વ અને વક જડત્વ કહેવામાં આવ્યું છે. જે પહેલું એક જ પ્રકારનું ચારિત્ર બતાવવામાં આવે તે એમ બનવાનો સંભવ છે કે : કેઈએ ચારિત્ર લીધું અને કંઈક જરા દોષ લાગી ગયે, જરા ભૂલ થઈ ગઈ, એટલે એ એમ સમજે કે મારું ચારિત્ર નષ્ટ થઈ ગયું અને તેમ સમજીને તે ગભરાઈ જાય, આકુળવ્યાકુળ થઈ જાય, પણ બીજી વાર ચારિત્ર લેવાનું હોય તે તે ગભરાય નહિ. અને પોતાની શેડી ભૂલથી એમ ન સમજે કે હું ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયો તેથી જે પહેલા અને અંતિમ તીર્થકરના સાધુઓ અનુક્રમે બાજુ જડ અને વર્ક જડ હોવાથી તેમના માટે પહેલાં સામાયિક અને પછી વ્રતને આપ કહ્યો છે. કારણ કે જે સામાયિક કંઈક અશુદ્ધ થયું હેય, તે પણ વ્રતનો બાધ આવતો નથી. મતલબ કે સામાયિક સંબંધી થેડી ભૂલ થાય તે પણ વ્રત રહે છે
સમાચારી
આવી જ રીતે ભિન્ન ભિન્ન સમાચારીઓ–પદ્ધતિઓ. જોઈને કેટલાકે ભડકી જાય છે. તેના માટે પણ આ જ પ્રકરણમાં વિવરણકારે ખુલાસો કર્યો છે કે–ભલે સમાચારી ભિન્ન હોય, પરંતુ તે વિરુદ્ધ ન કહેવાય. કારણું કે તેનું 'આચરણ કરનારા–તેના પ્રવર્તક “ગીતાર્થ” અને “અશઠ હેય.