________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
-
-
-
-
એકાદ વંચાવશેષ પણ આજે કોઈ કોઈ વાર આપણે પ્રાચીન ગૌરવગાથાને અો પરિચય આપી રહ્યા છે. આ બધાંના ધરાશાયી થવામાં કેવળ મુસલમાન અધિકારીઓ જ કારણભૂત હતાં. આ અન્યાય પ્રવૃત્તિ પઠાણશાસકના સમયમાં તે વળી ખૂબજ ઉગ્ર બની, જેનું વર્ણન શ્રીયુત બંકીમચન્દ્ર લાહિડી પિતાના “સમ્રાટ અકબર નામક પુસ્તકમાં આ પ્રમાણે કરે છે. "पाठानदिगेर अत्याचारे भारत स्मशान अवस्थाय प्राप्त होइल, जे साहित्यकानन नित्य नव नव कुसुमेर सौन्दर्य ओ सुगन्ध
आमोदित थाकित तादा ओ वि शुष्क होइल । स्वदेशहितैपिता, . निःस्वार्थपरता, ज्ञान ओ धम्म सकलेई हईते अन्तहित होईल, • समन देश विपाद को अनुत्साहेर कृ.पण छायाय आवृत होईल।" ' અર્થાત–“પઠાણોના અત્યાચારોથી ભારતવર્ષ સ્મશાન જેવું થઈ ગયું. જે સાહિત્યનાટિકા રોજે રોજ નવાં નવાં પુનાં સૌન્દર્ય અને સુવાસથી પ્રકુલિત રહેતી હતી તે સુકાઈ ગઈ. રાષ્ટ્રપ્રેમ દેશદાઝ, નિઃસ્વાર્થપરાયણતા, જ્ઞાન તેમજ ધર્મ આ બધું જાણે કે ભારતવર્ષથી વિમુખ બની રહ્યું. સારે દેશ વિષાદ અને અંધકારની, નિરૂત્સાહની કાળી ઘટાઓથી છવાઈ ગયે.”
આમ, એક તો પઠાણોના ત્રાસથી આર્યલોકે “ત્રાહિમામ્ પુકારી રહ્યા હતા, તે બીજી તરફથી તૈમુરલંગના ભયંકર આક્રમણથી તે ભારતવર્ષને એવી ક્ષતિ પહોંચી કે
જેનું વર્ણન કરવામાં આવે તો એનો જ એક મહાગ્રન્થ રચાઈ જાય. - ટૂંકમાં એટલું જ કહેવું બસ થઈ પડશે કે આ લોકેએ . પિતાની લાભ. અને કામની પાશવી વૃત્તિઓને પરિતૃપ્ત કરવા જનહત્યા, લૂંટફાટ અને સ્ત્રીઓનાં સતીત્વને ભંગ આદિ અમાનુષી દુકૃદ્વારા ભારતીય પ્રજાને અત્યંત કેપ્ટ