________________
૪૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસુરિ મૂળ પ્રબંધ કર્મચંદ્રવંશીર્તનકે કાવ્યમ” એ નામે રાયબહાદુર ગૌરીશંકર ઓઝાજીએ સંપાદિત કરી હિંદી અનુવાદ સહિત સન ૧૯૨૮ માં છપાવ્યું છે, પણ હજુ સુધી જનતા સમક્ષ પ્રકટ થયે નથી, વળી ખરી ઉપયોગી તેના ઉપરની ગુણવિનયકૃત સંસ્કૃત ટીકા હજી સુધી છપાઈ નથી, એ દુર્ભાગ્યનો વિષય છે. | જૂઓ જૈન યુગ પુસ્તક પ, પૃ. ૪૯૦ થી ૪૯૪]
લેખક મહાશોએ વિશેષ શોધખોળ કરી ઉકત કર્મચદ્ર મત્રીના જીવન અને વંશજનું વિશ્વસનીય ચિત્ર રજૂ કર્યું છે તે માટે તેઓ ધન્યવાદને પાત્ર છે.
સમ્રાટ અકબરને જૈન સાધુઓથી આછી આછો પરિચય સં. ૧૬૩૯ પહેલાં થયે હતું, પણ તેના પર પ્રબલ અવિચલ અને વ્યાપક અસર કરનાર જૈન તપાગચ્છના આચાર્ય શ્રી હીરવિજયસૂરિ હતા એ નિર્વિવાદ છે, અને પછી તે અસર કાયમ રાખનાર તેમનું શિષ્યમંડળ વિજયસેનસૂરિ, ભાનુચંદ્ર આદિનું હતું. તેનું એકજ દૃષ્ટાન્ત બસ થશે કે અકબરના મિત્ર અને મંત્રી જેવા વિદ્વાન્ અબુલફજલે ઉર્દૂ ભાષામાં લખેલા
આઈન–ઈ–અકબરી' નામના પ્રસિદ્ધ પુસ્તક પરથી જણાય છે કે, અકબરે પિતાની ધર્મસભાના સભ્યોને પાંચ વિભાગમાં વિભક્ત કર્યા હતા, તે બધામાં મળીને કુલ ૧૪૦ સભ્ય હતા. પહેલા વર્ગના ૨૧ સભ્ય છે, તેમાં પ્રથમનાં બાર ના મુસલમાનોનાં છે, અને સેળનું નામ હીરજીસૂર (હીરવિજયસૂરિ)નું છે; ને પાંચમા વર્ગમાં વિજયસેન અને ભાનુચંદ્રને મૂકેલા છે. '
આ રીતે જેમાંથી ત્રણ પ્રસિદ્ધ વ્યક્તિઓ બધી તપા