SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ -૨૪૦ યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ - - - - - - સંઘપતિ સોમજી-શિવા જગત્મસિદ્ધિ પ્રાગ્વાટ જ્ઞાતીય મંત્રીશ્વર વસ્તુપાલના નિર્મલ વંશમાં કે સંઘપતિ જોગીદાસની ભાર્યા જમાદેની કુક્ષિથી આ બંને ભાઈઓને જન્મ થએલ. ઉ. ક્ષમાકલ્યાણજી પિતે રચેલ “ખરતર પટ્ટાવલી” માં લખે છે કે અમદાવાદમાં આ બન્ને ભાઈઓ ચિટી (ચીભડા) ને વ્યાપાર કરતા હતા. સૂરિજીએ એમને પ્રતિબોધ આપી જૈન ધર્મમાં દૃઢ બનાવ્યા એમણે તીર્થયાત્રા, નવા જિનબિમ્બનાં નિર્માણ, જિર્ણોદ્ધાર અને સ્વધની વાત્સલ્ય આદિ શુભકાર્યોમાં લાખો રૂપિયા બચી જૈનશાસનની મહાન સેવા અને પ્રભાવના કરેલ. સં. ૧૬૬૪ માં જેગીશાહ અને સમજીએ શત્રુંજયને મોટો સંઘ કાઢી સૂરિજીની સાથે શત્રુંજય ગિરિરાજની યાત્રા કક શલવિજયજી કૃત તીર્થયાત્રામાં ઉલ્લેખ છે કે – वस्तुपाल मंत्रीश्वर वंश, शिवा सोमजी कुल अवतंस । शत्रुजय उपरि चौमुख कियउ, मानव भव लाहो तिण लियउ ॥ મુંબઈથી પ્રકટ થએલ “શ્રીજિનચન્દ્રસૂરિ જીવનચરિત્ર” માં એમના ધનવાન થવા બાબતની એક દંતકથા લખી છે કે – આ બન્ને ભાઈઓ ચિભડાનો વેપાર કરતા હતા, એમને ભાગ્યદય જગી સૂરિએ પ્રતિબોધ દીધો. લાભ જાણ સૂરીશ્વરે એમના નવીન વસ્ત્રો પર પ્રભાવ વાસક્ષેપ નાંખ્યો. ઘણાં તરબૂચ ખરીદ કરી આ ભાઈઓએ ફળે પર એ વસ્ત્ર ઢાંકી વેપાર કરવા લાગ્યા, તે ઉનાળાના સમયમાં કોઈ નગરને લૂંટીને શાહી ફેજ આવેલી ત્યારે તેઓને અમદાવાદમાં એમને ત્યાંથી જ ચીભડા-તરબૂચ એક એક સોનામહોર આપીને ખરીદવા પડેલ, કેમકે અન્યત્ર કયાંય ખરબૂ આવા ન મળ્યાં. આ વેપારમાં સમજી-શિવાએ અગણિત કવ્ય ઉપાર્જિત કર્યું.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy