________________
૨૩૦ .
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ
पालथी पीतलमय प्रतिमा घणी छोडावी. वलि जिण नगरी मुहतउ गयो तिण नगरी रुपइया विनी लाहण कीधी ॥
આ પ્રમાણે અનેકાનેક લોકપકાર અને ધમપ્રભાવના દ્વારા પિતાની પ્રશસ્ત કીર્તિને દિગન્તવ્યાપી અને અમર બનાવી, મંત્રીકવર સં. ૧૬૫૬ માં અમદાવાદ ખાતે સ્વર્ગે સીધાવ્યા. જેનો ઉલ્લેખ આ ગ્રંથના દશમા પ્રકરણમાં અમેએ કર્યો છે.
આધુનિક લગભગ બધાજ ઇતિહાસકારો અને લેખકે મંત્રીશ્વર કર્મચન્દ્રનું મૃત્યુ સમ્રાટ અકબરના દેહાંત પછી કેટલાક સમયે (સં. ૧૬૬૨-૬૪) દિલ્હીમાં થયાનું લખે છે અને તેઓ એમ પણ લખે છે. કે એ સમયે મહારાજા રાયસિંહજી પણ બાદશાહ જહાંગીરને મળવા ત્યાં ગયા હતા. તેમણે મંત્રીશ્વરની અનન્ય અવસ્થામાં એમની હવેલીએ જઈ શોક પ્રકટ કરેલ. મહારાજાના તેમાંથી નીર વહેવા લાગ્યા, જયારે તેઓ ચાલ્યા ગયા ત્યારે કર્મચન્દ્રના પુત્રએ મહારાજાના પ્રેમની બહુ પ્રશસા કરી, પરંતુ મંત્રીશ્વરે કહ્યું, “પુત્ર! તમે ભૂલ કરે છે. આ આંસૂ પ્રેમના નહોતા. એ તે એ વાતના હતા કે હું સુખ અને સુયશથી સ્વર્ગે જઈ રહ્યો છું, અને રાજાજી જીવતાંય મારો બદલ ન લઈ શકયા. એટલે તમે એમનાં આંસુઓ જોઈ
xકેઈ ખાસ નિમિત્તને જાણ્યા વગર માત્ર વિહારપત્ર નિર્દિષ્ટ “અત્ર શબ્દથીજ મંત્રીશ્વરનું સ્વર્ગસ્થળ અમદાવાદ છે. એમ સ્વીકારવાને હૃદય તૈયાર નથી થતું. કારણકે (“અત્ર) શબ્દને અર્થ માત્ર “અહિં” એજ નથી થતું, કિંતુ આ સમયે” એમ પણ થાય છે, માટે વિહાર પત્ર નિદિષ્ટ “અત્ર” શબ્દને અર્થ “આ સમયે” એમ લે વધારે બંધ બેસતો છે. (ગુ. સં. ના સંપાદક)