________________
૨૧૬
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર શુભ રેખાઓ અને લક્ષણો જોઈ રાય કલ્યાણસિંહજીએ + સંગ્રામસિંહજીના અવસાન બાદ એને અમાત્ય પદ આપ્યું. એમણે શત્રુ જ્ય, આબુ, ગિરનાર, સ્તંભતીર્થ આદિની સપરિવાર યાત્રા કરી. તેઓ રાજનીતિ, યુદ્ધ કળા, અને સંધિ કરાવવામાં કુશળ હોવા ઉપરાંત વીર, દાન, અને ધર્માત્મા પણ હતા.
એકવાર રાય કલ્યાણસિંહજીએ જોધપુરના ગવાક્ષમાં કમલપૂજા કરવાને પોતાના પૂર્વજોને દુસ્સાધ્ય અને ચિરકાળને મનોરથ મંત્રીશ્વરને જણાવ્યું. એમણે કુમાર રાયસિંહજીની સાથે સ્વામિ ભક્તિના ભાવથી દિલ્લી સમ્રાટ અકબર પાસે જઈ તેમને પ્રસન્ન કરી ૪ આ અતિ કઠણ કાર્ય પણ સિધ્ધ
+એ. રાય જેતસીજીના પુત્ર હતા. એમનો જન્મ સં. ૧૫૭૫ મહી સુદિ ૬ ના થએલે, સં. ૧૬૦૧ પિષ સુદિ ૧૫ ના રોજ બીકાનેરની રાજગાદી પર બેઠા. શત્રુના હાથમાં ગએલું બીકાનેરનું રાજ્ય એમણે પુનઃ પ્રાપ્ત કર્યું. સં. ૧૬૨૮ ના વૈશાખ વદી ૫ એમને દેહાંત એ.
એમણે કર્મચંદ્રને અમાત્ય પદ પર નિયુકત ક્ય. કર્મચંદે સમ્રાટેની કૃપાથી એમને જોધપુર રાજ્ય ગવાક્ષમાં બેસાડવાનું ગૌરવ પ્રાપ્ત કરેલું, એ ઘટનાને જે કલ્યાણહિજીના સ્વર્ગવાસથી ૩-૪ વર્ષ પૂર્વની માનવામાં આવે, તો કર્મચન્દ્ર મંત્રી બન્યાને સમય સં. ૧૬૨૫ ની પહેલાંનો ગણી શકાય છે; અને આ સમયે જે એમની ઉંમર ૨૦-૨૫ વષ નીય અને માનવામાં આવે તો કર્મચન્દ્રને જન્મ સં. ૧૬૦૦ આસપાસ થયે હોય, એવો સંભવ છે.
1 x સમ્રાટને પ્રસન્ન કર્યાની બાબતમાં “ઓસવાલ જાતિ કે ઇતિહાસ” માં લખ્યું છે કે જે સમયે કર્મચન્દ્ર દિલ્લી (2) દરબારમાં ગયા, ત્યારે સાટ સતરંજ ખેલતા હતા. પરંતુ એ) સતરંજની ચાલ અટકી પડી હતી, કેમ કે જે કાંઈ ચાલ સમ્રાટ ચાલતા એમાં એમની હાર થતી હતી. કહેવાય છે કે એ વખતે કર્મચને સતરંજની એવી ચાલ બતાવી કે બાદશાહ વિજયી થયા, અને મંત્રીશ્વર પર ખૂબ પ્રસન્ન થયા.