________________
ભક્ત શ્રાવક ગણું
૨૧૩
મહાન પ્રચાર કર્યા કરતા હતા. આથી સૂરિજીને ભક્તશ્રાવકગણ અજિકાલની માફક ધર્મતત્વથી અજાણ કે વિચલિત શ્રદ્ધાવાળો નહીં, પરંતુ એકમાત્ર દેવ, ગુરુ અને ધમને જ આરાધ્ય માનવાવાળે અને પરમ વિજ્ઞ હતો. કહેવાની જરૂરત નથી કે એજ કારણે એ યવન સામ્રાજ્યના ભયંકર ધાર્મિક સંઘર્ષમાં પણ એ પોતાના ધર્મમાં રપટલ અને દઢતાપૂર્વક સ્થિર રહી શકે. એણે ધર્મની કેવળ રક્ષા કરી એમ નહીં, પરંતુ અપૂર્વ આત્મત્યાગ કરી ધર્મની અનેકાનેક સેવાઓ કરી, જેમાં તીર્થોની રક્ષા, જીર્ણોદ્ધાર, પ્રશંસનીય શિલ્પકલાનાં
મૂર્તિમંત સ્વરૂપ નવા દેવમંદિરનાં નિર્માણ, સ્વધર્મીઓને છે સહાય આદિ મુખ્ય છે. ધાર્મિક સેવાની સાથે દેરાસેવા, . લોકપકાર આદિ આવશ્યક શુભ કાર્યોમાંય એ કોઈથી પછાત જ ન રહ્યો. દુષ્કાળના સમયમાં એ પિતાના કોપાર્જિત દ્રવ્યને
પાણીની માફક વેરવામાં જરાય અચકાતે નહીં. મુસલમાન રાજ્યકાળના દુકાળના સમયે જેનેએ યથાસાધ્ય દાનશાળાઓ * ખેલી નિઃસહાય અને નિર્ધનની રક્ષા કરવાનું જે મહાન | | ગૌરવ પ્રાપ્ત કર્યું, એ અન્ય કોઈ સમાજને પ્રાપ્ત નહીં થએલ. | સૂરીશ્વર મહારાજના કેટલાક અદ્ધિમત અને પદાધિકારી
શ્રાવકોને નામે લેખ આગલા પ્રકરણમાં આવી ગએલ છે. કે એતિહાસિક સાધના અભાવને કારણે એ બધાને વિશેષ | પરિચય આપી શકાય તેમ નથી, છતાંય એમાંથી બે પ્રતિભા
શાળી અને પ્રધાન નરરત્નને યથાજ્ઞાત પરિચય આપ્યા વિના ગંધનો એક આવશ્યક અંગ અપૂર્ણ રહી જાય તેમ છે, તેમજ અમે પણ એમની મહાન સેવાનો ગુણાનુવાદ લખ્યા વિના મહા શકતા નથી, એટલે આ પ્રકરણમાં એમનું યથાક્ષાત અવન આપવામાં આવશે.